in ,

વાવાઝોડાની શકયતાને પગલે સ્થળાંતર કરાયેલા લોકોને સરકાર ચૂકવશે સહાય

અમદાવાદઃ વાયુ વાવાઝોડાની શકયતાને પગલે સ્થળાંતરીત કરાયેલા લોકોને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. વાયુ વાવાઝોડાની અસર ઓછી થતાં હવે એસટી બસ અને હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. તેમજ  આવતીકાલથી સ્કૂલ-કોલેજો પણ શરૂ થઈ જશે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ દૂર થયા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્ય સચિવ જે એન સિંઘ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત તમામ વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા. તેમજ એસટી, કૃષિ, બંદરો, વાહન વ્યવહાર, માર્ગ મકાન, ફોરેસ્ટ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હવે આપણે આફતમાંથી મુક્ત થઇ ગયા છીએ. વાયુ વાવાઝોડું સંપૂર્ણ રીતે અરબી સમુદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે. આવતીકાલ સુધીમાં બધા જ તંત્ર રાબેતા મુજબ શરૂ થઇ જશે. ભગવાનનાં આશીર્વાદથી બધું બરાબર છે. વાયુ આફતને કારણે જે લોકોનું સ્થળાતંર કર્યું હતું. તે 2.75 લાખ લોકોને તેમના ઘરે જવાની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત પુખ્તવયના લોકોને દિવસના 60 રૂપિયા અને બાળકોને 45 રૂપિયા લેખે ત્રણ દિવસ સુધી કેસડોલ્સ ચુકવવામાં આવશે.

રાજ્યના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કુદરતી આફત હતી જે કુદરતનાં આશીર્વાદથી ટળી ગઇ છે. વાયુથી ભારે વરસાદને કારણે જે પણ ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેમના ખેતરોનો અમે સર્વે કરીને નુકશાનનો અંદાજો કાઢ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પાકિસ્તાનનું નામ લીધા વગર સામે બેઠેલા ઈમરાનને પીએમ મોદીનો સંદેશ: ‘આતંકને આશ્રય આપનારાઓ સામે કડક થવું જરૂરી’

સુરતમાં સ્કૂલમાં લાગી આગઃ મોટી દૂર્ઘટના ટળી