1. Home
  2. ગુજરાતી
  3. આ છે કેટલીક એવી જગ્યાઓ જ્યા જવું મુશ્કેલ ,જાણો આ ખકરનાક જગ્યો વિશે ત્યાં ગયા પછી પાછા આવશો કે નહી ,તે કોઈને નથી ખબર
આ છે કેટલીક એવી જગ્યાઓ જ્યા જવું મુશ્કેલ ,જાણો આ ખકરનાક જગ્યો વિશે ત્યાં ગયા પછી પાછા આવશો કે નહી ,તે કોઈને નથી ખબર

આ છે કેટલીક એવી જગ્યાઓ જ્યા જવું મુશ્કેલ ,જાણો આ ખકરનાક જગ્યો વિશે ત્યાં ગયા પછી પાછા આવશો કે નહી ,તે કોઈને નથી ખબર

0
  • અહીથી જીવતા પાછા ફરવું મુશ્કેલ
  • વિશ્વની આ 4 એવી ખતરનાક જગ્યા વિશે જાણીલો

 

દુનિયામાં કેટલીક જગ્યાઓ એવી હોય છે જે ખૂબ જ ખતરનાક હોય છે.જ્યા જવું ઈન્સાન માટે મુશ્કેલ છે,એડવેન્ચરમાં માનનારા કેટલાક પ્રવાસીઓ ખતરનાક સ્થળોએ જવામાં અચકાતા નથી, પરંતુ આજે અમે તમને આવી જ 6 ખતરનાક  જગ્યાઓ જણાવીશું જ્યાં જશો ખરા પણ પાછા ફરવું અશક્ય જેવી વાત છે.આ સ્થળોની કહાની એવી છે કે ત્યાં જવાની હિંમત જ ખતમ થઈ જાય છે. 

અંદામાન નિકોબારનો નોર્થ સેન્ટિનલ ટાપુ

લોકોને ભારતના નોર્થ સેન્ટિનલ ટાપુ પર જવા પર પણ પ્રતિબંધ છે. અહીં કોઈ પણ પ્રવાસી કોઈ પણ સંજોગોમાં જઈ શકે નહીં. ભારત સરકારે લોકોને આ સ્થળની મુલાકાત લેવાની સખત મનાઈ ફરમાવી છે. ચારેબાજુ જંગલની વચ્ચેની પરિસ્થિતિ આ ટાપુ સુધી પહોંચવું અશક્ય બનાવે છે. અહીં હેલિકોપ્ટર દ્વારા પહોંચી શકાય છે પરંતુ અહીંની સ્થિતિ હેલિકોપ્ટરને અહીં ઊતરવા દેતી નથી. અહીં ઘણી પ્રાચીન જાતિઓ રહે છે જેમણે બહારની દુનિયાના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. 

ગ્લોબલ સીડ વૉલ્ટ, નોર્વે

નોર્વે ગ્લોબલ સીડ વૉલ્ટ ઑફ નોર્વે આ સુંદર સ્થળ છે પરંતુ અહીં પણ લોકો પ્રતિબંધિત છે. ઉત્તર ધ્રુવથી આ સ્થળનું અંતર માત્ર 800 માઈલ છે. આ સ્થળનું તાપમાન માઈનસ 18 ડિગ્રી સેલ્સિયસ છે. નોર્વેએ આર્કટિકમાં સ્વાલબાર્ડ આઇલેન્ડ પર આ ગ્લોબલ સીડ વૉલ્ટની સ્થાપના કરી છે. અહીં માઈનસ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વિશ્વના તમામ બીજ સાચવવામાં આવ્યા છે. આ સીડ વોલ્ટની ક્ષમતા 2 અબજથી વધુ છે અને અહીં લગભગ 9 લાખ બીજના સેમ્પલ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ગ્લોબલ સીડ વૉલ્ટ વિશ્વભરની 1700 થી વધુ જીન બેંકો માટે બેંક-અપ તરીકે સેવા આપે છે.

ઓસ્ટ્રેલિયાનું  હર્ડ વોલ્કેનો આઇલેન્ડ 

હર્ડ વોલ્કેનો આઇલેન્ડ સમગ્ર વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. પરંતુ, હર્ડ આઇલેન્ડ જ્વાળામુખી ખૂબ જ ખતરનાક સ્થળ છે. હર્ડ જ્વાળામુખી વિશ્વમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં જ્વાળામુખી અને બરફ બંને એક સાથે છે. વર્ષ 2000માં અહીં જ્વાળામુખી ફાટ્યો હતો અને ચારેબાજુ આગની નદીઓ વહી રહી હતી.આ જગ્યા ખતરનાક છે, અહીં જનારા લોકો અહીંથી જીવતા પાછા ફરી શકતા નથી.

બ્રાઝિલનું સ્નેક આઈલેન્ડ

અહીં સાપનો માળો છે. સમુદ્રમાં આવેલા આ ટાપુ પર જવાનો અર્થ સ્વર્ગની મુલાકાત લેવાનો છે, પરંતુ ખતરનાક સાપને કારણે આ ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 43 હેક્ટરમાં ફેલાયેલા આ ટાપુને દુનિયાની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. બ્રાઝિલ સરકારના જણાવ્યા અનુસાર અહીં દર પાંચ મીટરે તમને એક ઝેરી સાપ જોવા મળશે. સ્નેક આઇલેન્ડની મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો છે. અહીં માત્ર જીવવિજ્ઞાનીઓને જ જવા દેવામાં આવે છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published.