in , , ,

મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષની રાજકીય હેસિયતનું કર્યું મૂલ્યાંકન, રાહુલ ગાંધીને ગણાવ્યા બાળક!

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પોતાની સરકાર વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોને જવાબ આપતા ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ બુધવારે કટાક્ષ કરતા કહ્યુ કે તેઓ (રાહુલ ગાંધી) હજી બાળક છે. મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીએ માલદામાં લોકોને સંબોધિત કરતા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની સાથે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર પર પણ શાબ્દિક હુમલા કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે મમતા બેનર્જીના કાર્યકાળમાં પશ્ચિમ બંગાળમાં કોઈ વિકાસ થયો નથી.

રાહુલ ગાંધીના આરોપોને સંપૂર્ણપણે નકારતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમણે (રાહુલ ગાંધીએ) તે કહ્યુ કે જે તે મહેસૂસ કરે છે. હું આના પર કોઈ ટીપ્પણી કરવા માંગીશ નહીં. બાદમાં તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે તેઓ હજી બાળક છે. હું આના સંદર્ભે શું કહું ? આના પહેલા રાહુલ ગાંધીએ માલદામાં કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી વાયદાઓ પૂર્ણ કરવામાં નાકામિયાબ રહ્યા છે. તેમણે રાજ્ય સરકાર પર આરોપ પણ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળમાં કોઈ પરિવર્તન થયું નથી. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે મમતા બેનર્જીના કાર્યકાળમાં પશ્ચિમ બંગાળમાં કોઈ વિકાસ થયો નથી.

જ્યારે મમતા બેનર્જીને રાહુલ ગાંધીની લઘુત્તમ આવક યોજનાના વાયદા બાબતે પુછવામાં આવ્યું, તો ટીએમસી પ્રમુખે મૌન સાધવાનું બહેતર માન્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આ મામલામાં પર કોઈપણ પ્રકારની ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે એક ઘોષણા કરી છે અને તેમના માટે આના પર ટીપ્પણી કરવી યોગ્ય નથી. મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી ચૂંટણી સભાઓમાં વાયદા કરી રહ્યા છે કે કોંગ્રેસના સત્તામાં આવ્યા બાદ તેઓ દેશના ગરીબ લોકો માટે લઘુત્તમ આવકની વ્યવસ્થા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કર્ણાટકના સીએમ કુમારસ્વામીના નિકટવર્તી પ્રધાનના ઠેકાણાઓ પર ઈન્કમટેક્સના દરોડા, 24 કલાક પહેલા જ વ્યક્ત કરાઈ હતી આશંકા

જમ્મુ-કાશ્મીર: શોપિયાં અને હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, ત્રણ આતંકી ઠાર