in ,

વાયુ વાવાઝોડાની અસરઃ દરિયાએ રોદ્રસ્વરૂપ ધારણ કરતા ઉછળ્યાં ઉંચા મોજા

અમદાવાદઃ ગુજરાત ઉપરથી વાયુ વાવાઝોડાનો ખતર ભલે ટળ્યો હોય પરંતુ તેની અસર રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દરિયામાં વાવાઝોડાને લઈને ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં પ્રવેશબંધી કરી દેવામાં આવી છે.

રાજ્યમાં 13 અને 14 જૂન એમ બે દિવસ વાયુ વાવાઝોડાને પગલે એલર્ટ રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડું જમીનને ટચ થાય કે ન થાય, પણ જ્યાં સુધી એ ગુજરાત ઉપર મંડાઈ રહ્યું છે ત્યાં સુધી તેનો ખતરો ટળ્યો નથી. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે દેખાવા લાગશે. તેમજ ગુજરાતભરમાં વરસાદ અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. સુરત, અંબાજી, ઉના, વેરાવળ, ભાવનગર, અરવલ્લી, દ્વારકા, કોડીનાર સહિત અનેક જગ્યાઓએ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, કેટલાક દરિયા કાંઠે દરિયામાં કરંટ વધ્યો છે. જેને પગલે મોજા વધુ ઊંચે ઉછળી રહ્યાં છે. 

વાવાઝોડાને પગલે નવસારીના ઉભરાટ, દ્વારકાના ગોમતીઘાત, સોમનાથનો દરિયા કિનોરો સહિતના દરિયા કિનારા પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જાફરાબાદ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં 5 મીટર ઊંચે મોજા ઉછળી રહ્યાં છે.  ભાવનગર ના સિંહોર, પાલીતાણા આજુબાજુના વિસ્તારો વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

રાજકોટમાં પણ ભારે પવનની સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ કાચા મકાનોના છાપરા ઉડી ગયા હતા. અરવલ્લીમાં ભારે પવનને કારણે અનેક વૃક્ષો પડી ગયા છે. તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન તૂટેલા વૃક્ષોને દૂર કરાયા હતા. વંટોળના કારણે વીજપોલ પણ તૂટી ગયા છે. જેથી વીજળી પૂર્વવત કરવા કામગીરી વીજ વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. તો બીજી તરફ, દ્વારકામાં 100 વર્ષ જૂનુ વટવૃક્ષ તૂટ્યું પડ્યું છે. જેને કારણે રસ્તો બ્લોક થયો હતો, પણ બાદમાં તેને તાત્કાલિક હટાવી લેવાની કામગીરી કરાઈ હતી. કોડીનારના માઢવાડમાં દરિયાની થપાટથી વધુ 5 મકાન ધારાશાહી થયા છે. અહીં ગઈકાલે પણ 2 મકાન જમીનદોસ્ત થયા હતા. આમ, કોડીનારમાં કુલ 7 જેટલા મકાન ધારાશાહી થયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCO સમિટ : પાકિસ્તાનને બાઈપાસ કરીને પીએમ મોદી કિર્ગિસ્તાન રવાના, આજે જિનપિંગને મળશે

લોકસભા બાદ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં અમિત શાહ, ભાજપના મુખ્યમથક ખાતે મોટી બેઠક