revoinews

ભારે વરસાદને કારણે શિમલા હાઈવે બંધ, ચમ્બામાં લોખંડના સળિયાના કામચલાઉ પુલ પરથી કાર થઈ પસાર

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પહાડ ધસી રહ્યા છે. ભારે વરસાદને કારણે ચંબા જિલ્લામાં ભારંગલા નાળા પર બનેલો પુલ વહી ગયો છે. આ પુલ હાડસરના ભરમૌરને જોડે છે.

આ સિવાય લેન્ડસ્લાઈડને કારણે શિમલા જિલ્લાના બદહાલ ગામમાં નેશનલ હાઈવે-5 બંધ કરવામાં આવ્યો છે. બંને સ્થાનો પર રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા હિમાચલ પ્રદેશની વરસાદને કારણે પેદા થયેલી પરિસ્થિતિ સંદર્ભે એક વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. જેમા ચમ્બા જિલ્લાના ડ્રેકારી વિસ્તારમાં એક કાર ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રોડ પર બનાવવામાં આવેલા લોખંડના સળિયાના કામચલાઉ પુલ પરથી એક કાર ભારે જહેમત બાદ પસાર થઈ રહેલી જોઈ શકાય છે. આ વીડિયો 22 ઓગસ્ટનો હોવાનું જણાવાય રહ્યું છે.

Related posts
Regionalગુજરાતી

વરસાદની આગાહી વચ્ચે ડાંગમાં માવઠુ, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી વચ્ચે આજે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ વાદળો વચ્ચે ડાંગમાં…
Nationalગુજરાતી

હિમાચલમાં ભારે હિમવર્ષા: 2 હાઇવે સહિત 401 રોડ બંધ, વાહન વ્યવહાર ઠપ

વર્ષ 2020ના પૂર્ણ થવા પર સમગ્ર દેશમાં હાડ થીજવતી ઠંડી હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર હિમવર્ષા થઇ સોલાનના સુબાથૂમાં 25 વર્ષ અને ધરમપુરમાં…
Nationalગુજરાતી

ઉત્તર પ્રદેશ બાદ હવે આ રાજ્યએ  પણ લવ જિહાદનો કાયદો અમલમાં મૂક્યો

લવ જિહાદનો કાયદો હિમાચલ પ્રદેશમાં અમલી બન્યો ઉત્તર પ્રદેશએ સૌ પ્રથમ આ કાયદો અમલી બનાવ્યો  દિલ્હીઃ- સમગ્ર દેશના કેટલાક રાજ્યો લવ જિહાદના…

Leave a Reply