REGIONALગુજરાતી

ચાહકો સાથે ગેરવર્તન મુદ્દે રાનુ મંડલના તરફેણ આવ્યાં સંગીતકાર હિમેશ રેશમિયા

  • ફિલ્મના પ્રમોશન માટે સુરતની મુલાકાતે સંગીતકાર
  • રાનું મંડલનું આ મુદ્દે મંતવ્ય મહત્વનું : હિમેશ રેશમિય
  • વિડીયો જોઈ આશ્ચર્યચકિત થયો હતો : રેશમમિયા

અમદાવાદઃ ચાહક સાથે ગરવર્તન અને મેક્પ લઈને સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહેલી ગાયીકા રાનુ મંડલના પક્ષમાં સંગીતકાર, ગાયક અને અભિનેતા હિમેશ રેશમિયા આવ્યાં હતા. તેમજ આ મુદ્દે રાનુ મંડલનું નિવેદન મહત્વનું છે. પોતાની આવનાર ફિલ્મ ‘હેપ્પી હાર્ડી હીર’ ફિલ્મના પ્રમોશન માટે હિમેશ રેશમિયા સુરતની મુલાકાતે આવેલા હિમેશ રેશમિયાએ રાનુ મંડલના કથિત વર્તનને લઈ શીખ આપી હતી કે જે ચાહકો તમને મોટા બનાવે છે તેમની સાથે આવું વર્તન કરવુ યોગ્ય નથી.

સંગીતકાર હિમેશ રેશમિયા પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે સુરતની મુલાકાતે આવ્યાં હતા. દરમિયાન રાનુ મંડલ મુદ્દે તેમને અનેક સવાલો કરવામાં આવ્યાં હતા. ફેન સાથે ગેરવર્તન માટે વિવાદમાં આવેલી રાનું મંડલના તરફેણમાં હિમેશ રેશમિયા મેદાનમાં આવી ગયા છે. આ ફિલ્મમાં એક ગીત રાનુ મંડલનું છે. જેના કારણે તે ફેમસ થઈ ગઈ. પરંતુ રાનું દ્વારા પોતાના એક ફેનને સેલ્ફી ખેંચવા બાબતે ગેરવર્તન કરતા જોવા મળી હતી અને વિવાદમાં આવી હતી. લોકોએ રાનુની ટીકા પણ કરી. જોકે આ અંગે જ્યારે હિમેશ રેશમિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, વીડિયો થોડાક મિનિટનો છે. જેથી વાસ્તવિકમાં શું ઘટના બની હતી તે કહેવુ મુશ્કેલ છે. તેમ છતાં આ સમગ્ર ઘટના અંગે રાનું મંડલનું નિવેદન આવવું ખૂબ જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકો રાનુ મંડલને ટ્રોલ કરી રહ્યા છે, ક્યારેક તેના વીડિયોને લઈને ક્યારેય તેમના મેકઅપને લઈ પરંતુ વાસ્તવિકતા શું છે તે રાનુ મંડલના નિવેદન સાથે જ જાણી શકાય છે. તેઓએ સાથે જણાવ્યું હતું કે જ્યારે તેમણે રાનુ મંડલનો ગેરવર્તનનો વિડીયો જોયો હતો ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમ છતાં રાનુનું મંતવ્ય જાણવુ ખૂબ જરૂરી છે.

Related posts
REGIONALગુજરાતી

ગુજરાતમાં ચોમાસુ જામ્યું : સુરતના ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. જ્યારે…
REGIONALગુજરાતી

ગુજરાતમાં મેઘમહેર, તાપીના દોલવનમાં સવા પાંચ ઈંચ વરસાદ

12 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ 24 કલાકમાં 162 તાલુકામાં નોંધાયો વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અમદાવાદઃ ગુજરાતમાં…
REGIONALગુજરાતી

કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન, સુરતમાં હિરાના 12 એકમો કરાયાં સીલ

અમદાવાદઃ દક્ષિણ ગુજરતના સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે મનપા દ્વારા અનલોકમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલા લેવામાં આવી…

Leave a Reply