1. Home
  2. ગુજરાતી
  3. સુશાંત સિંહ રાજપૂતના ફેંસ માટે તેમના પરિવારે આ મોટો નિર્ણય લીધો…જાણો
સુશાંત સિંહ રાજપૂતના ફેંસ માટે તેમના પરિવારે આ મોટો નિર્ણય લીધો…જાણો

સુશાંત સિંહ રાજપૂતના ફેંસ માટે તેમના પરિવારે આ મોટો નિર્ણય લીધો…જાણો

0
  • સુશાંતના મૃત્યુના 13 દિવસ બાદ પરિવારનું આવ્યું નિવેદન
  • સુશાંતના ફેંસ માટે તેમના પરિવારે લીધો મોટો નિર્ણય
  • યંગ ટેલેન્ટને મદદ કરવા એસએસઆર ફાઉન્ડેશન ખુલશે

બોલિવૂડના મશહૂર એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં અચાનક નિધનને કારણે આજે દરેક આઘાતમાં છે. કોઈ એવું માનવા તૈયાર નથી કે સુશાંત હવે આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંતને લઈને સામાન્ય લોકોથી લઈને બોલીવુડના દિગ્ગજ સતત પોસ્ટ કરી રહ્યા છે. આ વચ્ચે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂતના પરિવારના સભ્યો અભિનેતાના નામે તેમના સિનેમા, વિજ્ઞાન અને સ્પોર્ટ્સ જેવા હમેશા તેના હૃદયની નજીકના ક્ષેત્રમાં યુવા પ્રતિભાને સહયોગ આપવા માટે ફાઉન્ડેશનની રચના કરશે.

તેનું નામ સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશન (એસએસઆરએફ) રાખવામાં આવશે. અભિનેતાના પરિવારે પટણાના રાજીવ નગર વિસ્તારમાં તેમના બાળપણના ઘરને તેના ચાહકો માટેના સ્મારકમાં ફેરવવાના નિર્ણયની પણ જાહેરાત કરી છે. તેના મૃત્યુના તેરમાં દિવસ બાદ આપેલા નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં સુશાંતના પરિવારના સભ્યોએ આ વાત પર ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓએ તેમના પ્રિય ગુલશનને તેમના ચાહકોના હૃદયમાં જીવિત રાખવા માટે આ નિર્ણય લીધો છે.

સુશાંતસિંહ રાજપૂતે 14 જૂને મુંબઇના બાંદ્રા સ્થિત તેમના નિવાસ સ્થાને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આત્મહત્યાની પુષ્ટિ કરે છે, પરંતુ આ સિવાય પોલીસ હજી પણ આ કેસમાં તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસે કરેલી તપાસમાં ખુલાસો થયો છે કે સુશાંતે પહેલી વાર ફાંસી માટે બાથ રોબ બેલ્ટનો આશરો લીધો હતો, પરંતુ તે ફાટી ગયો હતો. પછી તેણે આત્મહત્યા માટે લીલી કુર્તાનો ઉપયોગ કર્યો. હવે પોલીસ તપાસમાં જાણવા માંગે છે કે કુર્તા સુશાંતનું વજન નિયંત્રિત કરી શક્યું છે કે નહીં, તેથી કાલીના ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે.

દેવાંશી-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.