in ,

Jumanji The Next Level Movie Review: રોમાંચ-એક્શનના રસિયાઓ માટે પૈસા વસૂલ છે ફિલ્મ

  • જુમાંજી-ધ નેકસ્લ લેવલ સિનેમાઘરોમાં આજે થયું રિલીઝ
  • રોમાંચ-એક્શન-સાહસથી ભરપૂર છે ફિલ્મની સ્ટોરી
  • કમાલના છે ફિલ્મના વીએફએક્સ સીન્સ

જુમાંજીનો પહેલો પાર્ટ વર્ષ 1995માં રિલીઝ થયો હતો અને રૉબિન વિલિયમ્સની બોર્ડ ગેમ પર આધારિત આ ફિલ્મને બાળકોથી લઇને વડીલોએ પણ વધાવી હતી અને આ ફિલ્મ સિનેરસિકોના હૃદયમાં સ્થાન જમાવવામાં સફળ રહી હતી. જો કે ત્યારબાદ વર્ષ 2017માં WWE ના રેસ્લર અને દુનિયાના સૌથી મોંઘા અભિનેતામાંથી એક ડ્વેન જોનસનને ચમકાવતી આ જ ફિલ્મની સીકવલ ‘જુમાંજી- વેલકમ ટુ જંગલ’ રિલીઝ થઇ. આ ફિલ્મ એ તેના ચાહકોને તેમજ દર્શકોને એક્શન-રોમાંચનો ભરપૂર ડોઝ આપ્યો હતો. હવે ફરી એક વાર રોમાંચ-એકશન-સાહસની અદ્દભુત કહાની દર્શાવતી ફિલ્મનો ત્રીજો પાર્ટ ‘જુમાંજી- ધ નેકસ્ટ લેવલ (Jumanji: The Next Level)’ સિનેમાઘરોમાં આવી ચૂકી છે. આ ફિલ્મ પણ પણ તમને એક રોમાંચક સફર પર લઇ જશે.

‘જુમાંજી: ધ નેકસ્ટ લેવલ’ ની સ્ટોરી સ્પેંસર, બેથની, ફ્રિજ અને માર્થાની છે. જેઓ જુમાંજી ગેમ તરફ ના જોવાનો નિર્ણય લે છે. પરંતુ જ્યારે તેઓ રજા પરથી આવે છે ત્યારે તેઓને સ્પેંસર નથી મળતો. જો કે તેના મિત્રોને સ્પેન્સર ક્યાં છે તેની ખબર પડી જાય છે અને તેઓ પણ ગેમમાં પહોંચી જાય છે અને ત્યારબાદ શરૂ થાય છે એડવેન્ચરની જર્ની. જો કે રસપ્રદ વાત એ છે કે ગેમમાં પ્રવેશ કરવાની સાથે જ દરેકની ભૂમિકા બદલી જાય છે અને બોડી એક્સચેન્જ થઇ જાય છે. જો કે આ ફિલ્મ પહેલાની ફિલ્મોની સ્ટોરી જેવી જ છે અને તેમાં વધારે કોઇ નવીનતા જોવા નથી મળતી.

મૂવિમાં જો એક્ટિંગની વાત કરીએ તો ડ્વેન જોનસન મૂવિના રસિયાઓને ઇમ્પ્રેસ કરવામાં અહીં નિષ્ફળ રહ્યો છે. જો કે કેરન ગિલને સ્ક્રીન પર જોવાનો રોમાંચ જ કંઇક અલગ છે. તેના એક્શન સીન અદ્દભુત છે. કેવિન હાર્ટ દર્શકોને હસાવવામાં સફળ રહ્યો છે. જો કે જેન બ્લેક અને ડૈની ડેવિટોની ભૂમિકા ધ્યાનાકર્ષક છે. ફિલ્મમાં નિક જોનાસ તેમજ એક્વાફિના પણ છે. એક્શન-VFXના શોખીનોને જો કે આ ફિલ્મ ચોક્કસપણે પસંદ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભારતીય રેલવેની 150 ટ્રેન ખાનગી સંચાલકોના હાથમાં સોંપાશે – પ્રક્રિયા આવતા મહિનેથી શરુ

ગુજરાતીઓએ 5 વર્ષમાં પસંદગીનો વાહન નંબર મેળવવા માટે રૂ. 300 કરોડ ખર્ચયા