1. Home
  2. Regional
  3. અરવલ્લીમાં હોમગાર્ડ જવાનોનો બેઝિક તાલીમ વર્ગ યોજાયો
અરવલ્લીમાં હોમગાર્ડ જવાનોનો બેઝિક તાલીમ વર્ગ યોજાયો

અરવલ્લીમાં હોમગાર્ડ જવાનોનો બેઝિક તાલીમ વર્ગ યોજાયો

0

મોડાસા : અરવલ્લી જિલ્લાના તમામ 16 હોમગાર્ડ યુનિટના 12 દિવસીય બેઝિક તાલીમ વર્ગનો સમાપન સમારોહ જિલ્લા ભાજપનાં પ્રમુખ રણવીરસિંહ ડાભીની અધ્યક્ષતામાં યોજાતા હતો. તેમણે જિલ્લાની હોમ ગાર્ડ સેવાને બિરદાવી હતી અને વધુ સજ્જતા કેળવી પોલીસ સમકક્ષ સેવા આપનાર હોમગાર્ડ તાલીમાર્થીઓના  કૌશલ્યને પણ બિરદાવ્યું હતું. તેમણે હોમગાર્ડ સભ્યોની  વિવિધ પડતર  માંગણીઓના  ઉકેલ માટે યોગ્ય  હકારાત્મક  રજુઆત ઉચ્ચ કક્ષાએ કરવા પણ  હૈયાધારણ આપી હતી.

ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં 12 દિવસના બેઝિક તાલીમ વર્ગમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી તમામ યુનિટોના હોમગાર્ડ તાલીમાર્થીઓને  પી.ટી .,પદ કવાયત,આર્મ્સ ડ્રિલ, વેપન ટ્રેનિંગ, લાઠી ડ્રિલ,સેવિંગ ડિફેન્સ ટ્રેનિંગ તેમજ 303 ની રાઇફલ ફાયરિંગની પ્રેક્ટિસ  વગેરેની  તાલીમ માટેના કેમ્પનું આયોજન જિલ્લા કમાન્ડન્ટ દિનેશભાઇ ડી.પટેલના માર્ગદર્શન હેઠળ  કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ કચેરીએથી નાયબ હૉગાર્ડઝ જનરલ કમાન્ડન્ટ બી.વી.રાણા, સ્ટાફ ઓફિસર(ટ્રેનિંગ) એમ.એમ.પ્રજાપતિએ કેમ્પની મુલાકાત લીધી હતી.

કેમ્પના સમાપન સમાપન સમારોહ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના ડિરેકટર ગુલાબચંદભાઈ પટેલ,સાબરકાંઠા જિલ્લા ખરીદ-વેચાણ સંઘના વા.ચેરમેન ભીખાભાઇ પટેલ, ઇન્દ્રસિંહ, સ્કૂલ સંચાલક કમલેશભાઈ મહેતા, રમેશભાઇ પી.પટેલ(મોટી ઇસરોલ), અશોકભાઈ સી. પટેલ, જિલ્લાના નાયબ  કમાન્ડન્ટ જે.સી.ઝાલા સહિતના જિલ્લા-તાલુકાના આગેવાનો અને જિલ્લાના હોમગાર્ડ 16 યુનિટોના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT