BEAUTYગુજરાતી

તમારી સુંદરતામાં વધારો કરશે હોમ મેઇડ કોફી ફેસ પેક, આવી રીતે કરો તૈયાર

  • કોફી તમારા ચહેરાની વધારશે સુંદરતા
  • કોફીને ચહેરા પર લગાવવાના અનેક ફાયદા
  • હોમ મેઇડ કોફી ફેસ પેકનો કરો ઉપયોગ

કોફી પીવાનો શોખ તો ઘણા લોકોને હોય છે.પરંતુ કેટલીક વાર આ ઝુનુન એટલો વધારો હોય છે કે,અલગ-અલગ પ્રકારની કોફીનો ટેસ્ટ લેવા માટે લોકો ક્યાય પણ જવા અને ગમે એટલો ખર્ચ કરવા તૈયાર રહે છે. આ એટલા માટે છે કે કોફીનો સ્વાદ જ સારો નથી હોતો,પરંતુ તેના પીવાના પણ ઘણા ફાયદા છે.પરંતુ શું તમે જાણો છો કે, કોફી પીવાનું જ નહીં પરંતુ તેને ચહેરા પર લગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે? કોફીમાં હાજર ગુણવત્તા તમારા આરોગ્યની સાથે સાથે તમારી સુંદરતા પણ બનાવે છે. તો ચાલો જાણીએ બ્યુટીને ગ્રૂમ કરવા માટે કોફીના ફેસ પેકને ઘર પર તૈયાર કેવી રીતે કરી શકો છો.

કોફી-નાળિયેર તેલ

ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી કોફી લો. તેમાં એક ચમચી નાળિયેર તેલ નાંખો અને તેને બરાબર મિક્ષ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેકને ચહેરા અને ગળા પર લગાવો,સુકાઈ જાય ત્યારબાદ તાજા પાણીથી ધોઈ લો.

કોફી-મધ

પેક બનાવવા માટે તમે કોફીની સાથે મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે બે ચમચી કોફી બાઉલમાં લઈને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. આ બંને વસ્તુને એક સાથે મિક્સ કરી આ પેકને ચહેરા અને ગળા પર લગાવો. તેને અડધા કલાક માટે છોડી દો અને પછી તેને તાજા પાણીથી ધોઈ લો.

કોફી-નાળિયેર તેલ-હળદર

કોફીમાં હળદર અથવા તજ ઉમેરીને ફેસ પેક પણ બનાવી શકો છો. આ માટે બાઉલમાં એક ચમચી કોફીની સાથે એક ચમચી નાળિયેર તેલ,તેમજ બે ચપટી હળદર અથવા તજ પાવડર નાખો. દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. સુકાઈ જાય ત્યારબાદ ધોઈ લો.

(દેવાંશી)

Related posts
BEAUTYગુજરાતી

બ્યુટી પાર્લરમાં બનતા મોંઘા ફેશિયલને બનાવો ઘરે બેઠા, સંતરાની છાલનો કરો આ રીતે ઉપયોગ

સંતરા અથવા નારંગીના છે અનેક ફાયદા ચહેરાની સુંદરતા વધારવામાં પણ છે ઉપયોગી ઘરે બેઠા જ બનાવી શકો છે ફેશિયલ પેક બજારમાં આજે…
Regionalગુજરાતી

ભૂમિ સુપોષણ અભિયાન: ગુજરાતમાં યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ, 6000 ગામોમાં ખેડૂતો ભૂમિ સુધારણાનો લેશે સંકલ્પ

રાસાયણીક ખાતર-જંતુનાશક દવાઓથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થઇ ચૂકી છે આ સંજોગોમાં ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી નવપલ્લવીત કરવી આવશ્યક છે આ જ…
Nationalગુજરાતી

હવે ઘરેલૂ ફ્લાઇટમાં ભોજન નહીં મળે, જાણો ઉડ્ડયન મંત્રાલયનો નિર્ણય

કોરોનાના સ્ફોટક સંક્રમણ વચ્ચે નાગરિક વિમાન મંત્રાલયે લીધો નિર્ણય વિમાન મંત્રાલયે કોરોનાને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું 2 કલાકથી ઓછી સ્થાનિક…

Leave a Reply