1. Home
 2. ગુજરાતી
 3. ગુજરાતના પદ્મ પુરસ્કાર મેળવનારા મહાનુભાવો-2 ‘સરિતા જોશી’- રંગભૂમિક્ષેત્રમાં ‘પદ્મ ભૂષણ’થી સમ્માનિત
ગુજરાતના પદ્મ પુરસ્કાર મેળવનારા મહાનુભાવો-2 ‘સરિતા જોશી’- રંગભૂમિક્ષેત્રમાં ‘પદ્મ ભૂષણ’થી સમ્માનિત

ગુજરાતના પદ્મ પુરસ્કાર મેળવનારા મહાનુભાવો-2 ‘સરિતા જોશી’- રંગભૂમિક્ષેત્રમાં ‘પદ્મ ભૂષણ’થી સમ્માનિત

0

તાજેતરમાં વર્ષ 2020નો પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે,જેમાં ગુજરાતના 8 લોકોનો સમાવેશ થાય છે, મૂળ મરાઠી પરંતુ ગુજરાતમાં જ ઉછરેલા અને કર્મભૂમિ પણ ગુજરાતી, તે સાથે જ ગુજરાતની ગૌરવગાથા વઘારનારા રંગભૂમિ ક્ષેત્રનું એક જાણીતુ નામ એટલે સરિતા જોશી કે જેઓને તાજેતરમાં જ રંગભૂમિ ક્ષેત્ર વર્ષ 2020નો ‘પદ્મ શ્રી પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે.

ગુજરાતી ટેલિવીઝનની વાત હોય કે પછી હિન્હી ફીલ્મો કે ઘારાવાહીકની વાત હોય સરિતા જોશીએ પોતાના અભિનયથી લોકોના દિલ જીત્યા છે.તેમના લગ્ન નાટ્ય દિર્ગ્દર્શક એવા પ્રવિણ જોશી સાથે થયા છે તેમને બે પુત્રી એક પૂર્વી અને બીજી કેતકી છે. બન્ને પુત્રીઓના નામ પણ ટેલિવિઝન વિશ્વમાં તેમજ ફિલ્મ જગતમાં ખુબ ચર્ચિત છે.

માત્ર ૬ વર્ષની વયથી રંગમંચ પર પદાર્પણ કરી ચૂકેલા સરિતા જોશીએ એટએટલાં નાટકોમાં બહુવિધ ભૂમિકાઓ ભજવી છે કે ઈન્ડિયન નેશનલ થિયેટર અને સરિતા જોશી બંનેનો ઉલ્લેખ અનિવાર્યપણે એકમેક સાથે કરવો જ રહ્યો છ.

વર્ષ 1988મા સરિતા જોશીએ ભારતની સંગીત,નૃત્ય અને નાટકની રાષ્ટ્રીય અકાદમી અટેલે કે સંગીત નાટ્ય અકાદમી તેઓને ‘સંગીત નાટ્ય અકાદમી પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો  આ પુરસ્કાર તેઓને ગુજરાતી નાટકોમાં શ્રેષ્ઠ અભિનય કરવા બદલ આપવામાં આવ્યો હતો.

આ સાથે જ દ્રશ્ય-શ્રાવ્યના દરેક માઘ્યમોમાં તેમનું આગવું પ્રદાન રહ્યું છે.ખુબ જ નાની વયે તેમણે સંતુ રંગીલી નામક એક નાટકમાં તેમણે સંતુનો અભિનય કર્યો હતો.ત્યારથી લઈને આજ દિન સુઘી સંતુ અને સરિતા એકબીજામાં ભળ્યા હોય તેમ જોઈ શકાય છે.આ ઉપરાંત તેઓએ ઘુમ્મસ,કોઈ ભીંતેથી આઈના ઊતારો જેવા ખુબ જ પ્રચલીત નાટકોમાં અભિનય કર્યો હતો.

ખુબજ જાણીતા અભિનેત્રી સરિતા જોશીએ કરેલા કાર્યની એક ઝલક

 • 1980થી ટેલિવિઝનની દુનિયામાં ડગ માડ્યો
 • 16 વર્ષની વયે મુખ્ય અભિનય મળ્યો
 • નાદિરા બબ્બર દિર્ગદર્શીત તીતલિયાન ટીવી સિરીઝમાં પણ કાર્ય કર્યું.
 • વર્ષ 2009માં તેઓ ફરી 9એક્સ પર રાનીના પાત્રમાં જોવા મળ્યા,આ શોનું નામ હતું ‘કુછ કુક હોતા હે’.
 • વર્ષ 1968 માં ફિલ્મ ‘કનૈયાદાન’માં આશા પારેખની સખીની ભૂમિકા ભજવી હતી.
 • જોશીએ 1969 માં ફિલ્મ ‘પ્યાર હી પ્યાર’માં વિજંતીમાલાની મિત્રની ભૂમિકામાં જોવા મળ્યા
 • ફિલ્મ નિર્માતા મણિ રત્નમ દ્વારા નિર્દેશિત ગુરુમાં અભિષેક બચ્ચનની માતાનો રોલ પ્લે કર્યો હતો.
 • વર્ષ 2008 માં આવેલી ફિલ્મ દસવિદનીયામાં પણ એક કેન્દ્રીય પાત્ર ભજવ્યું હતું.
 • બોલિવૂડ બીટ્સનો ભાગ બનવા માટે જોશીએ યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રવાસ પણ કર્યો છે.
 • જોશીએ પોતાના કેરીયરમાં સ્ટાર પ્લસની ચાંદ છૂપા બાદલ મેં નિવોદીતાના દાદીનો રોલ કર્યો હતો
 • ફિલ્મ ગંગુબાઈ જાન્યુઆરી 2013 માં થિયેટરોમાં રિલીઝ થઈ છે, જેમાં મુખ્ય પાત્રમાં જોવા મળે છે.
 • વર્ષ 2015મા ખુબ જ ચર્ચિત શૉ મેરી આશિકી તુમ્સેમાં પણ મેન રોલમાં જોવા મળ્યા.
 • સબ ટીવીની સીરિયલ ખિડકીમાં લલિતા સ્વામી “અમ્મા” નું પાત્ર ભજવતા પણ જોવા મળ્યા
 • આ સાથે જ ‘બકુલા બુઆ કા ભૂત’ સીરિયલમાં બકુલાનું પાત્ર ભજવ્યું હતું
 • કોમીડી ‘ખીચડી રીટર્નસ’માં ચંપા કાકીનું પાત્ર પણ ભજવ્યું હતું.

સરિતા જોશીએ મેળવેલ અનેક પરસ્કારો

 • લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ ઓફ ગુજરાતી થીયેટર-વર્ષ 2007
 • મુંબઈ નગર પાલિકા તરફથી- ગોલ્ડ મેડલ
 • મરાઠી નાટ્ય પરિષદ -1988
 • મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર -1990
 • ઈન્ડો અમેરીકન સોસાટી ઓવોર્ડ ફોર એક્સિલેન્સ-1998
 • બેંક ઓફ ઈન્ડિયા ઉત્કૃષ્ટ પુરસ્કાર- 1997-98
 • ગુજરાત સરકાર પુરસ્કાર-1998
 • બ્રુહદ મુંબઈ ગુજરાતી સમાજ-2000
 • નેશનલ સ્કુલ ઓફ ડ્રામા-દિલ્હી 2001
 • RAPA પુરસ્કાર-2008
 • જીવન ગૌરવ પુરસ્કાર- 2010
 • પદ્મ શ્રી પુરસ્કાર-2020

આ ઉપરાંત, હમારી બહુ સિલ્ક ,ભ સે ભદે,બ્યાહ હમારી બહુ કા, 10ML લવ,ડરના જરુરી હે,આયુષ્યમાન ભવો,એક મહલ હો સપનો કો,આ ઉપરાતં આંગળીના વેઢે ન ગણી શકાય એટલા નાટકો એટલી સિરિયલ અને ફિલ્મોમાં તેમનું પ્રદાન રહ્યું છે. અનેક સિરિયલ અને શૉમાં સરિતા જોશીએ શાનદાર અભિનય આપીને લોકોને મનોરંજુ પુરુ પાડ્યું છે,અભિનયની દુનિયામાં ગુજરાતમાં મોખરે રહેલા અભિનેત્રી છે.એક ગુજરાતી છટા ઘરાવતા હોવા છત્તાં પણ હિન્હીમાં તેમનું આગવું યોગદાન છે,અનેક હિન્દી ફિલ્મોમાં પણ તેમનો અભિનય તારીફે કાબિલ છે.

સાહીન મુલતાની-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.