1. Home
  2. revoinews
  3. IPL-2020ને લઈને સૌરવ ગાંગુલીનું નિવેદન, કહ્યું આગામી સમયમાં વધારે સારી મેચ જોવા મળી શકે છે
IPL-2020ને લઈને સૌરવ ગાંગુલીનું નિવેદન, કહ્યું આગામી સમયમાં વધારે સારી મેચ જોવા મળી શકે છે

IPL-2020ને લઈને સૌરવ ગાંગુલીનું નિવેદન, કહ્યું આગામી સમયમાં વધારે સારી મેચ જોવા મળી શકે છે

0
  • માહી ટીમના કેપ્ટન તરીકે 100 જીત નોંધાવનારા પ્રથમ કેપ્ટન
  • પ્રથમ મેચમાં ચેન્નાઈએ મુંબઈને 5 વિકેટે હરાવી
  • બીજી મેચમાં દિલ્હીએ પંજાબને સુપર ઓવરમાં હરાવ્યું
  • ત્રીજી મેચમાં રોયલે સનરાઇઝર્સને 10 વિકેટે હરાવી
  • આજે ચેન્નાઈની ટક્કર થશે રાજસ્થાન સાથે
  • મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ની 13 માં એડીશનમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચ ખૂબ જ મજેદાર રહી છે. તેનાથી ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ખુબ જ ખુશ છે. ટીમોએ જે રીતે મેચ રમી છે તેની તેઓએ ખુબ જ પ્રશંસા કરી છે. તેણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે મેન્સ આઈપીએલ અને વિમેન્સ ટી 20 ચેલેન્જની આગામી મેચોમાં વધુ રોમાંચક ક્રિકેટ જોવા મળશે. મહિલા ટી 20 ચેલેન્જ પુરુષ ટૂર્નામેન્ટના પ્લેઓફ દરમિયાન રમવામાં આવશે.

બોર્ડ અધ્યક્ષ ગાંગુલીએ ટ્વિટ કરીને કહ્યું કે અત્યાર સુધી આઈપીએલમાં ત્રણ સારી મેચ જોવા મળી છે. આશા છે કે આગામી 60 દિવસોમાં આપણને વધુ સારી મેચ જોવા મળશે . 19 સપ્ટેમ્બરના રોજ ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ એ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ને પાંચ વિકેટે હરાવી હતી. આ સાથે ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં ટીમના કેપ્ટન તરીકે 100 જીત નોંધાવનારા પ્રથમ કેપ્ટન બન્યા.

20 સપ્ટેમ્બરના રોજ ટૂર્નામેન્ટની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સએ સુપર ઓવરમાં કિંગ્સ ઇલેવન પંજાબને હરાવી હતી. આ મેચમાં અમ્પાયરના નિર્ણયને લઈને વિવાદ થયો હતો. અમ્પાયર નીતિન મેનને પંજાબના એક રનને શોર્ટ રન તરીકે ઓળખાવ્યો હતો, પરંતુ રીપ્લેમાં જાણવા મળ્યું કે તે રન શોર્ટ ન હતો. ઘણા લોકોનું માનવું છે કે પંજાબની હારનું મુખ્ય કારણ અમ્પાયરનો આ નિર્ણય હતો. પંજાબે મેચ રેફરીને આ મામલાની સુચના આપી અને તેમના નિર્ણયની રાહ જોવાઇ રહી છે.

ત્રીજી મેચમાં સોમવારે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હરાવી હતી. આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યારે ચેન્નાઈની આ બીજી મેચ હશે. અને રાજસ્થાનની ટીમ આ મેચથી ટૂર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે.

_Devanshi

tags:

LEAVE YOUR COMMENT