1. Home
  2. ગુજરાતી
  3. ગરમા-ગરમ સુરતી લોચો – આ રીતે ઘરે જ બનાવો
ગરમા-ગરમ સુરતી લોચો – આ રીતે ઘરે જ બનાવો

ગરમા-ગરમ સુરતી લોચો – આ રીતે ઘરે જ બનાવો

0

સાહીન મુલતાની-

સામગ્રી

  • 1 કપ – ચણાનો લોટ (ગગરો-અધકચરો)
  • 2 કપ – છાસ
  • 1 કપ – પાણી
  • 1 ચમચી- આદુ મરચાની પેસ્ટ (એકદમ જીણી દળેલી પેસ્ટ)
  • સ્વાદ મુજબ – મીઠૂં
  • અડધી ચમચી -હળદર

ઉપરથી ગાર્નિસ કરાવ માટેની સામગ્રી

  • જરુર પ્રમાણે – બેસનની જીણી સેવ
  • જીણા સમારેલા કાંદા
  • 1 ચમચી – લોચાનો ચાટ મસાલો અથવા (ઘરનો બનાવેલો આ મસાલો -મરીનો પાવડર,જીરાનો પાવડર,લાલ મરચાનો પાવડર,સંચળો,મીઠૂં)
  • જરુર પ્રમાણે – શીંગતેલ

લોચો બનાવવાની રીત– સૌ પ્રથમ ચણાના લોટમાં છાસ અને પાણી નાખીને બરાબર મિક્સ કરવું,ત્યાર બાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ,હરદળ એડ કરી બરાબર મિક્સ કરી લેવું,હવે આ તૈયાર થયેલા મિશ્રણને ઓછામાં ઓછું 10 મિનિટ સુધી પેક વાસણમાં ઢાંકી રાખવું, હવે દસ મિનિટ બાદ ઢોકળીયાની પ્લેટમાં આ મિશ્રણને રાખવું,હવે પહેલા તો ઢોકરા બનાવવાના ઢોકળીયામાં (કુકર) પાણી નાંખીને 5 મિનિટ પાણી ગરમ થવા દેવું,ત્યાર બાદ ઢોકળા બનાવવાની પ્લેટમાં આ મિશ્રણ નાખીને ઢોકળાની જેમ જ 15 થી 20 મિનિટ ગેસની ફાસ્ટ ફલેમ પર થવા દેવું.

હવે 15 -20 મિનિટ થયા બાદ ચમચી વડે લોચો કાંચો છે કે બરાબર પાકી ગયો તે ચેક કરી લેવું,જો લોચો બરાબર પાકી ગયો હોય તો તેને ગેસ પરથી નીચે ઉતારી લો, હવે એક પ્લેટમાં ચમચા વડે ગરમ ગરમ જ લોચો પીરસો,આ લોચા પર શીંગતેલ અને લોચાનો ચાટ મસાલો,સેવ અને કાંદા નાંખીને સર્વ કરો,ગરમાં ગરમ લોચો ખાવાની મજા વરસાદની મોસમમાં જ હોય છે,તે પણ આવો સુરતી લોચો વાહ,,,,તો આજે જ ટ્રાય કરો તમારા કિચનમાં.

LEAVE YOUR COMMENT