1. Home
  2. ગુજરાતી
  3. બોક્સ ઓફિસ પર ‘હાઉસફુલ-4’નો દબદબો- એક વીકમાં કરોડોની કમાણી
બોક્સ ઓફિસ પર ‘હાઉસફુલ-4’નો દબદબો- એક વીકમાં કરોડોની કમાણી

બોક્સ ઓફિસ પર ‘હાઉસફુલ-4’નો દબદબો- એક વીકમાં કરોડોની કમાણી

0

અક્ષકુમારની ‘હાઉસફુલ 4’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘુમ કમાણી કરી રહી છે,ફિલ્મના મોટા ભાગના રિવ્યૂ નેગેટીવ રહ્યા છે, છંતા પણ કમાણીના મામલે તે આગળ વધી ચૂકી છે,આ મલ્ટી સ્ટારર ફિલ્મ અત્યાર સુધી ખુબ જ સારી કમાણી કરી રહી છે,સાતમાં દિવસે આ ફિલ્મે 130 કરોડની કમાણી કરી લીધી છે.

ફિલ્મની બોક્સ ઓફિસ પર તેના કલેક્શનને લઈને ખુબજ ચર્ચા થઈ રહી છે,માનવામાં આવી રહ્યું છે કે ‘હાઉસફુલ 4’ સાતમાં દિવસે ગુરુવારે 13 કરોડની કમાણી કરી છે,આમ મળીને કુલ આ ફિલ્મનું કલેક્શન 137 કરોડ થઈ ચૂક્યુ છે.25 ઓક્ટોબરે રિલિઝ થયેલી ફિલ્મ ‘હાઉસફુલ 4’ની ઓપનિંગ પણ ખુબ જ સારી રહી છે,ઓપનિંગ વિકેન્ડમાં આ ફિલ્મે 50 કરોડની કમાણી કરી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ‘હાઉસફુલ 4’ સહિત ‘મેડ ઈન ચાઈના’ અને ‘સાંડ કી આંખ’ના અત્યાર સુધીના કલેક્શનને શૅર કરતા કહ્યું કે,.અઠવાડિયાના દિવસોમાં, ‘હાઉસફુલ 4’ થિયેટરોમાં સારું એવું પ્રદર્શન કરી રહી છે. તે જ સમયે, ફિલ્મ ‘સાંડ કી આંખ’ પણ ધીરે ધીરે સારી કમાણી તરફ આગળ વઘી રહી છે.

તરણ આદર્શે ચાર દિવસનું કલેક્શન શૅર કરતા કહ્યું કે,’હાઉસફુલ 4′ ફિલ્મે પહેલા દિવસે શુક્રવારના રોજ 19.08 કરોડ,શનિવારના રોજ 18.81 કરોડ,રવિવારના રોજ 15.33 કરોડ ,સોમવારના રોજ 34.56 કરોડનું કલેક્શન કર્યુ છે,ચાર જ દિવસમાં ફિલ્મનું ટોટલ કલેક્શન 87.78 કરોડ થયુ હતું,પાંચમા દિવસે મંગળવારના રોજ 24.04 કરોડનું કલેક્શન કર્યું જ્યારે છઠ્ઠા દિવસે ટોટલ 137 કરોડનું કલેક્શન થઈ ચૂક્યુ છે.જો કે હાઉસફુલ 4 ને ખુબજ ખરાબ રિવ્યુ મળ્યા છે છંતા પણ તહેવારોની સિઝનના કારણે ફિલ્મે બાજી મારી છે અને કરોડોની કમાણી કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.