1. Home
  2. ગુજરાતી
  3. H1B વિઝાથી ભારતીયો અને ભારત દેશને કેટલો ફાયદો, જાણો
H1B વિઝાથી ભારતીયો અને ભારત દેશને કેટલો ફાયદો, જાણો

H1B વિઝાથી ભારતીયો અને ભારત દેશને કેટલો ફાયદો, જાણો

0

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા કેટલાક  પ્રકારના વિઝા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તેના કારણે કેટલાક ભારતીયો ચીંતામાં છે તો બીજી બાજુ ભારત દેશ માટે તે ફાયદાકારક પણ છે.

વાત એવી છે કે અમેરિકાના ફેડરલ રિઝર્વ, નેશનલ એકેડમી ઓફ સાયન્સ અને બ્રૃક્રિંગ્સ ફાઉન્ડેશને જણાવ્યું કે અમેરિકા માટે અપ્રવાસી સ્કિલ્ડ વર્કરનું મહત્વ અમૂલ્ય છે. આવા સમયમાં કોરોનાવાયરસના સંકટને ઘ્યાનમાં રાખીને અમેરિકા દ્વારા વિઝાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ખૂબ ઓછા લોકોને વિઝા આપવામાં આવશે. જેથી હવે જે લોકો ત્યાં છે તેમના માથે જવાબદારી અને કામ વધી શકે છે અને તેમને અમેરિકાનું નાગરિક્તવ પણ મળી શકે છે.

અમેરિકાના નવા વિઝા નિયમના કારણે હવે જે લોકો H-1B વિઝા લઈને અમેરિકા જવાના હતા તે લોકો માટે હવે અમેરિકા જવુ અશક્ય બરાબર બન્યું છે અને હવે તે લોકો ભારતમાં જ IT અને સાયન્સ ફિલ્ડમાં કામ શરૂ કરી શકે છે જેના કારણે દેશની તરક્કીમાં તેમનું મહત્વનું યોગદાન આપી શકશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા 31 ડિસેમ્બર 2020 સુધી કેટલીક વિઝા સર્વિસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આ કારણથી અમેરિકામાં રહેલા ભારતીયોને આનો ફાયદો થઈ શકે છે. અમેરિકાના આ પગલાથી અંદાજે અમેરિકમાં રહીને કામ કરનારા 3 લાખ ભારતીયોને ફાયદો થશે.

સૂત્રોના કહેવા અનુસાર ડોનાલ્ડ ટ્રંપના આ નિયમથી જે લોકોને અમેરિકા આવીને કામ કરવું હતુ તેમના માટે મુશ્કેલી ઉભી થશે પરંતુ હાલમાં અમેરિકામાં રહીને કામ કરનારા લોકો માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તેમના વેતનમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે.

(VINAYAK)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.