1. Home
  2. ગુજરાતી
  3. રિતીક રોશનની ફિલ્મ ‘સુપર 30’ હોલિવૂડ રીમેક બવનાવી હરોળમાં – આ પ્રથમ બૉલિવૂડ હિન્દી ફિલ્મ હશે
રિતીક રોશનની ફિલ્મ ‘સુપર 30’  હોલિવૂડ રીમેક બવનાવી હરોળમાં – આ પ્રથમ બૉલિવૂડ હિન્દી ફિલ્મ હશે

રિતીક રોશનની ફિલ્મ ‘સુપર 30’ હોલિવૂડ રીમેક બવનાવી હરોળમાં – આ પ્રથમ બૉલિવૂડ હિન્દી ફિલ્મ હશે

0
  • રિતીકની ફિલ્મ સુપર 30ની હોલિવૂડ રિમેક બનવાની તૈયારીમાં
  • અમેરીકાના નિર્માતાઓનો ‘સુપર 30’ની સ્ટોરીમાં રસ પડ્યો
  • નવાવર્ષમાં ‘સુપર 30’ ચાઈનામાં પણ થશે રિલીઝ
  • બૉલિવૂડની પ્રથમ ફિલ્મ હૉલિવૂડ રિમેક બનવાની હરોળમાં

બૉલિવૂડ સુપર સ્ટાર રિતીક રોશન પોતાની અનેક ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે,વર્ષ 2019નું વર્ષ રિતીક માટે સફળ સાબિત થયું છે,તેની ફિલ્મ ‘સુપર 30’એ દર્શકોના દિલ જીત્યા હતા, તો બોક્સ ઓફિસ પર પણ સુપર ડુપર કલેક્શન મેળવ્યું હતું,આ ફિલ્મ એજ્યુકેશન સ્ટોરી પર હોવાથી આવનારા વર્ષમાં ચાઈનામાં પણ રિલીઝ થવા જઈ રહી છે,ત્યારે આ  ફિલ્મને લઈને હવે એક એવી ખબર સામે આવી છે કે, જે બૉલિવૂડ માટે ગર્વની વાત હશે,આ ખબર મુજબ આ ફિલમ સ્ટોરીમાં હોલિવૂડે રસ દાખવ્યો છે અર્થાત રિતીકની આ ફિલ્મની હૉલિવૂડ રિમેક બની શકે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.

ત્યાના એજન્ટ્સે તાજેતરમાં સિંગાપોર અને અમેરીકાની મુલાકાતમાં ફિલ્મને પ્રોડ્યુસ કરનારી કંપની રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ શિબાશિષ સરકાર સાથે એક ખાસ બેઠક કરી હતી,આ વાતની જાણકારી  આ જ કંપનનીના ખાસ કર્મીઓ દ્વારા આપવામાં આવી હતી.

આ સમય દરમિયાન તેમણે જણાવ્યું હતું કે,ફિલ્મના ચાઈનિઝ વર્ઝનનું એડિટિંગનું કામ સંપૂર્ણ પુરુ થઈ ગયું છે.ત્યાર બાદ તેને જાપાની અને અરેબિક માટે પણ તૈયાર કરવામાં આવશે,ત્યાના કેટલાક ખાસ વિસ્તારોમાં પણ આ ફિલ્મ નવા વર્ષ દરમિયાન રિલીઝ કરવામાં આવશે,ચાઈનાથી ચાર ડિસ્ટ્રીબ્યૂટર્સએ આ ફિલ્મ સ્ટોરીમાં રસ દાખવ્યો છે, જેને માર્ચ થી એપ્રિલ 2020 વચ્ચે રિલીઝ કરવામાં આવશે,વિકાસ બહલની પ્રતિબદ્ધતા હતી કે ચાઈના માટે તેનું એડિટિંગ તેમના જન્મ દિવસ પહેલા જ પુરુ કરવું છે,જેથી બાકી ઔપચારીકતા માટે ફિલ્મને આગળના તબક્કામાં મોકલી શકાય.

https://www.instagram.com/p/B0ihiEUnfDh/?utm_source=ig_web_copy_link

મળતી માહિતી મુજબ શિક્ષણની એક યૂનિવર્સલ અટેલે કે સાર્વત્રિક અપીલ હોય છે,આ ફિલ્મમાં ઉચા દરો સાથે એજ્યુકેશન મેળવવાની સ્ટોરી બતાવવામાં આવી છે,આ ફિલ્મ સાથે વિદેશના પરિબળો પણ જોડાઈ રહ્યા છે,તેઓને ખાસ રીતે અનુભવ થઈ રહ્યો છે કે આ ફિલ્મની સ્ટોરી તેમના દેશોમાં પણ કામ કરશે,જેના કારણે દેશ બહારના ફિલ્મ નિર્માતાઓ અને એજન્ટો આ સુપર 30 ફિલ્મના નિર્માતાઓ સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે,હોલિવૂડ રિમેક માટે ત્યાના એક ખુબજ નામાંકિત ડાયરેક્ટરને આ માટે બાર્ડમાં લાવવામાં આવી રહ્યા છે,જેમાં આ ફિલ્મમાં આનંદ કુમારના પાત્રમાં કોણ હશે,તે વાતની સ્પષ્ટતા ડાયર્કેટરના બોર્ડ પર આવ્યા બાદ થશે,સંજીવ દત્તાની લખેલી વાર્તા,તે દેશના દર્શકોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ફરીથી લખવામાં આવશે. ત્યાંના એજન્ટો સાથે આગામી બેઠકમાં ફિલ્મના રાઈટ્સ અંગે ચર્ચા કરવામાં આવશે જેમાં રિલાયન્સ સાથે આનંદકુમાર પણ ઉપસ્થિત રહેશે.

અનેક મહાનુભાવોની જો વાત માનવમાં આવે તો,હિન્દી સિનેમાના ઈતિહાસમાં અત્યાર સુઘી કદાચ એવું નથી બન્યું કે કોઈ હિન્દી ફિલ્મની હોલિવૂડ રિમેક બની હોય,ઘણા નિષ્ણાંતોનું કહેવું છે આવું પહેલા ક્યારેય બન્યું નથી,અમારા ઘ્યાનમાં તો નથી જ.કદાચ શક્યતા ઘણી ઓછી છે.

ફિલ્મ ‘સુપર 30’ની હોલિવૂડ રિમેક બનવાની વાતને લઈને ફિલ્મ સ્ટાર રિતીક રોશન પણ અભિભુત થયા છે,તેમણે આશ્ચર્ય સાથે કહ્યું- આ ખુબ જ મોટા સમાચાર છે,જો આવું કંઈક થઈ રહ્યું છે તો,તે સાથે એક સિદ્ધિ પ્રાપ્ત થશે.

બીજી તરફ હૉલિવૂડ એજન્ટ્સ સાથે  યોજાયેલ બેઠકોના સમાચારની પૃષ્ટી કરવા માટે શિબાશીષ સરકાર સાથે પણ કોન્ટેક્સ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે,જો કે હજું સુઘી કોઈ ચોક્કસ જવાબ સામે આવ્યો નથી,આ સમાચાર ખુબ જ ઓછા સમયમાં અમેરીકા પાસેથી મળવાની શક્તયાઓ છે.જો કે હજું ફિલ્મના રાઈટ્સ વિશે ચર્ચાઓ બાકી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.