in ,

ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ ટળ્યું : ઓમાન તરફ ફંટાયું

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાયુ વાવાઝોડાએ દિશા બદલી હોવાનું જાણવા મળે છે. પરંતુ તેની ગતિમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી સરકાર ચિંતામાં મુકાઈ છે. વાયુ વાવાઝોડું વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જેથી ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ પડશે અને આગામી 15 જૂન સૂધી વાવાઝોડાનો ખતરો રહેવાની શકયતા છે. વાવાઝોડાએ દિશા બદલી હોવાનો દાવો ખાનગી વેધર એજન્સીએ કર્યો છે.

અરબી સમદ્રમાં લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું વાયુ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે. કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ખાનગી વેધર એજન્સી સ્કાયમેટ મતે હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 150 કિલોમીટર દૂર છે પરંતુ આંશિક દિશા બદલાતા પોરબંદરના દરિયાકિનારાથી ઓમાનના દરિયા તરફ ફંટાઇ શકે છે. જો કે આ બાબત અંગે હાલ ગુજરાત સરકાર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. જો કે, તંત્ર દ્વારા વાવાઝોડાની શકયતાને પગલે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ 135થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. અરબી સમુદ્રમાં ઉભી થયેલી સિસ્ટમ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેની ઝડપ ઘટી શકે છે. ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થયા બાદ વાયુનો મુકાબલો ઉત્તર-અરબી સમુદ્રમાં એન્ટી-સાઇક્લોન સાથે ટકરાશે. આથી કરાચી દરિયાકાંઠા નજીક આ સિસ્ટમ સ્થિર થઈ જાય તેવી શક્યતા રહેલી છે. એટલે એવી પૂરી શક્યતા રહેલી છે કે વાયુ જમીન પર નહીં આવે પરંતુ તે દરિયામાં જ નબળું પડી જશે. જો કે  દરિયાકાંઠા પર વરસાદ અને પવન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સમાજમાં શિક્ષણ માટે અનોખો સેવાયજ્ઞ

વાયુની અસરઃ રાજ્યના 17થી વધારે જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ