in ,

દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડુ 48 કલાક સુધી તબાહી મચાવશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં વેરાવળથી લગભગ 300 કિમી દૂર વાયુ વાવાઝોડુ આજે મધ્યરાત્રિ બાદ ગુજરાતના દરિયાકાંઠે ત્રાકટકશે. આ વાવાઝોડાની અસર તા. 15મી જૂનની વહેલી સવાર સુધી રહેશે. તા. 16મીએ વાવાઝોડુ સમુદ્રમાં સમાઈ જશે. આમ 48 કલાક સુધી વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતને ઘમરોળશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં સવારે 5 વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી 150થી વધુ કિમીની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ જશે. જ્યાં 16મીએ સાંજે સમુદ્રમાં આ વાવાઝોડું શમી જશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે.

અરબી સમુદ્રમાં વેરાવળથી 340 કિમી દૂર વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.  આ વાવાઝોડું ગુજરાતમાં સૌ પ્રથમ 13 જૂન વહેલી સવારે 3 વાગ્યે વલસાડને અસર કરીને 5 વાગ્યે દીવ, ઉના, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશ કરશે. સવારે 8 વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોલ અને માળિયામાં ત્રાટકશે. વેરાવળમાં અસર કરતુ વાવાઝોડું રાત્રે 8 વાગ્યે ફરી માંગરોલમાં ત્રાટકશે. ત્યારબાદ 14મીએ સવારે 3 વાગ્યે નવાબંદર, સવારે 5 વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. 14મી સાંજે 6 વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે. અને આખરે આ વાવાઝોડું 16મીએ રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પુત્રીઓ દ્વારા પિંડદાનથી શંકરાચાર્ય નારાજ, કહ્યુ- મિલ્કતની લાલચમાં કરવામાં આવે છે આવું કામ

Gujarat braces for major cyclone “Vayu”; landfall likely early on Thursday