in ,

પરિવાર ઉપર એસિડ એટેક કરીને પરિવારનો મોભી પાપ ધોવા ગયો હરિદ્વાર

  • એસિડ એટેકમાં પત્નીનું થયુ હતુ મોત
  • 3 સંતાનો ગંભીર રીતે દાઝ્યાં હતા
  • પોલીસે હત્યારા પતિને ઝડપી લીધો

અમદાવાદઃ સુરતમાં 3 મહિના અગાઉ સૂઈ ગયેલી પત્ની અને 3 સંતાનો ઉપર એસિડ એટેક કરનારા પતિને પોલીસે ઝડપી લીધો હતો. એસિડ એટેકમાં ગંભીર રીતે દાઝેલી પરિણીતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે 3 સંતાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. એસિડ એટેકના હુમલામાં પોલીસથી બચવા માટે પતિ વિવિધ શહેરમાં આશરો લીધો હતો. દરમિયાન આરોપી હરિદ્વાર ગયો હતો. જ્યાં પોતે કરેલા પાપને ધોવા માટે ગંગામાં ડુબકી પણ લગાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં ગત 8મી ઓગસ્ટએ પતિ છગન વાળાએ સૂઈ ગયેલી પત્ની અને દીકરા-દીકરીઓ પર એસિડ એટેક કરી ભાગી ગયો હતો. જેમાં 20 દિવસ પછી પત્નીનું સારવાર દરમિયાન મોત થયું, જયારે દીકરી પ્રવીણા(26)ની એક આંખ ખરાબ થઈ ગઈ તથા દીકરી અલ્પા(18)ને એસિડને કારણે ઈજા થઈ, તો એમબીબીએસનો અભ્યાસ કરતા દીકરા ભાર્ગવનો પણ ચહેરો એસિડને કારણે ખરાબ થઈ ગયો હતો. આ બનાવને પગલે પોલીસે ગુનો નોંધીને હત્યારા પતિને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. દરમિયાન જુના એસટી ડેપોના વર્ક શોપમાંથી હત્યારા પતિ છગન રણછોડભાઈ વાળા (ઉ.વ.48)ને પોલીસે ઝડપી લીધો હતો.

આરોપી હિરાના કારખાનામાં કામ કરતો હતો જેથી હીરા સાફ કરવા માટે ઉપયોગ લેવામાં આવતા એસિડની બે બોટલ રૂ. 40માં લીધી હતી. જેથી રાત્રિના સમયે સૂઈ ગયેલી પત્ની અને 3 સંતાનો ઉપર એસિડ નાખીને ફરાર થઈ ગયો હતો. છેલ્લા 3 મહિનાથી ચાલતા ઘર કંકાસથી કંટાળીને પરિવારની હત્યા કરવાના ઈરાદે આ કૃત્ય આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસની તપાસમાં ખૂલ્યું હતું કે, પરિવાર પર એસિડ એટેક કરીને હત્યારો છગન વાળા પહેલા જુનાગઢ ત્યાંથી અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, પુણે, હરિદ્વાર, અને છેલ્લે મુંબઈથી સુરત આવ્યો હતો. તમામ જગ્યાએ તે રેલવે સ્ટેશન પર જ સૂઈ જતો હતો. તેણે હરિદ્વાર ખાતે પોતાના પાપ ધોવા માટે ગંગામાં સ્નાન પણ કર્યુ હતું. પૈસા ખૂટી જતા તેણે જૂનાગઢમાં સોનાની વીંટી વેચી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મૂવી રિવ્યૂ- જ્હોન અબ્રાહમ- અનિલ કપૂર સ્ટારર ફિલ્મ ‘પાગલપંતી’ કોમેડીથી ભરપુર,સ્ક્રિપ્ટ પડી નબળી,

મહારાષ્ટ્રની કહાનિમાં ટ્વિસ્ટ- સીએમ પદ માટે ઉદ્ધવ ઠાકરે રાજી ન થાય તો, સંજય રાઉત સંભળાશે સીએમનું પદ