- મહિલા વિશ્વ કપ 2022ની શેડ્યૂઅલ જારી
- આઈસીસીએ જારી કર્યું શેડ્યૂઅલ
- ન્યુઝીલેન્ડમાં રમાશે ટૂર્નામેન્ટ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ મંગળવારે 2022 માં યોજાનારી મહિલા વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે.જેમાં 4 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન યોજાનારી આ ટૂર્નામેન્ટ ન્યુઝીલેન્ડમાં યોજાવાના માહિતી આપી છે.જો કે આ વર્લ્ડ કપ આ પહેલા ફેબ્રુઆરી માર્ચ 2021 માં યોજવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો.
ભારતીય મહિલા ટીમ 6 માર્ચથી પોતાના અભિયાનની શરૂઓત કરશે, જો કે કોની સામે રમશે તે વાત હજુ નક્કી થી નથી, આ બાબત ક્વોલિફાયર પછી જાણી શકાશે. ભારત 12 અને 22 માર્ચે હેમિલ્ટનના સેડોન પાર્કમાં ક્વોલિફાયર ટીમો સાથે પણ રમશે.
ભારતીય ટીમ 16 માર્ચે ઇંગ્લેન્ડ સામે ટક્કર આપતી જોવા મળશે, ઉલ્લેખનીય છે કે મહિલા વર્લ્ડ કપ 2017 ની ફાઇનલમાં તેમને હરાવ્યા હતા.તે સાથે જ ઓસ્ટ્રેલિયા સાથે 19 માર્ચે અને દક્ષિણ આફ્રિકા સાથે 27 માર્ચે ભારતીયટીમ ટક્કર આપતી જોવા મળશે
હાલમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો જ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ છે, અન્ય ત્રણ ટીમોનો નિર્ણય શ્રીલંકામાં આવતા વર્ષે જૂન-જુલાઈમાં લેવામાં આવશે, જે મહિલા વર્લ્ડ કપની 11મી આવૃત્તિ હશે, બે ફાઇનલ રમી ચૂકેલી ભારતીય મહિલા ટીમ આ વખતે તેમના પ્રથમ વર્લ્ડ કપ માટે સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરશે.
ટુર્નામેન્ટની સેમી ફાઇનલ વેલિંગ્ટન અને ક્રિસ્ટચર્ચમાં રમાશે. ફાઈન 3 એપ્રિલના રોજ કાઈસ્ટચર્ચમાં દુધિયા રોશનીમાં યોજાશે. આ ટૂર્નામેન્ટમાં ઈનામની રકમ 55 લાખ ડોલર છે,જે વિતેલા વર્લ્ડ કપની સરખામણીમાં 60 ટકા વધુ છે, આ સાથએ જ દરેક મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
સાહિન-