1. Home
  2. ગુજરાતી
  3. જો ઈરાન-અમેરીકા વચ્ચે યુદ્ધ સર્જાય તો, ખાડી દેશોમાં રહેતા આટલા કરોડ ભારતીયો પર થશે અસર
જો ઈરાન-અમેરીકા  વચ્ચે યુદ્ધ સર્જાય તો, ખાડી દેશોમાં રહેતા આટલા કરોડ ભારતીયો પર થશે અસર

જો ઈરાન-અમેરીકા વચ્ચે યુદ્ધ સર્જાય તો, ખાડી દેશોમાં રહેતા આટલા કરોડ ભારતીયો પર થશે અસર

0

તાજેતરમાં ઈરાન અને અમેરીકા વચ્ચેનું ઘર્ષણનું બળ વઘ્યું છે,ઈરાન અને એમેરીકાની જુની દુશ્મનાવટ વેગ પકડતી જોવા મળી રહી છે.બન્ને દેશોએ એકબીજા પર વાર કરવાની કવાયત શરુ કરી છે, સમગ્ર ઘટના બાદ ખાડી દેશોમાં તણાવની સ્થિતિ પણ વકરી છે.જેની માઠી અસર સમગ્ર વિશ્વ પર થઈ રહેલી જાવા મળે છે.તે સાથે જ આપણા ભારત દેશ માટે ઈરાનની આવશ્યક્તા ખુબ જ છે.

વિશ્વભરમાં ચીન પછી ભારત જ બીજો એક એવો દેશ છે કે,જે ઈરાન પાસેથી સૌથી મોટા પાયે કાચા તેલની ખરીદી કરે છે અને જો આ સ્થિતિમાં બન્ને દેશો વચ્ચે ભારે ઘર્ષણ કે યુદ્ધની સ્થિતિ સર્જાય તો સૌથી મોટુ નુકશાન ભારતએ ભોગવવું પડી શકે છે.તે સાથે જ ભારત દેશના કરોડો લોકો ખાડી દેશોમાં વસવાટ કરી રહ્યા છે.તેના પર આ યુદ્ધ થાય તો માઠી અસર થઈ શકે છે.

અમેરિકા અને ઈરાનમાં તણાવથી કાચા તેલની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભારતની આર્થિક સ્થિતિ અને ફૉરેન ઍક્સચેન્જ પર પણ તેની અસર થશે.ફૉરેન ઍક્સચેન્જ વધતા મંદીમાં જ વઘારો થાય એવું નથી પરંતુ રાજબરોજ વપરાશમાં આવતી ચીજ-વસ્તુઓથી લઈને ટ્રાન્સપૉર્ટ, રેલવે, પ્રાઇવેટ ટ્રાન્સપૉર્ટ પર પણ ગંભીર અસર વર્તી શકે છે, બેરોજગારી પણ વધી શકે છે.આયુદ્ધ થાય તો ભારતની આર્થિક સ્થિતિ બગડશે અને લોકો રસ્તા પર ઊતરી શકે છે. જે ઘટના વર્ષ 1973માં ઇંદિરા ગાંધીના સમયમાં પણ બની હતી ત્યારે દેશનું બજેટ ખઓળવાયું હતું

તાજેતરમાં ફારસની ખાડી આસપાસ અંદાજે 1 કરોડ ભારતીય લોકો રહે છે,જો કે ઈરાનમાં ભારતના લોકોની વસ્તી વઘુ નછી પરંતુ અંદાજે 1200 જેટલી વસ્તીતો ભારતીયોની છે જ.આ યુદ્ધથી ભારતના લોકોની વતન વાપસી  થવાના એંઘાણ વર્તાઈ રહ્યા છે.

જો આપણે સેનાની તાકાતની વાત કરીએ તો અમેરીકાની સામે ઈરાન ન જ ટકી શકે,કારમ કે અમેરીકા સંપૂર્ણ સક્ષમ છે પરંતુ યુદ્ધ થાય તો ગર્લ્ફ દેશોમાં અફડાતફડી સર્જાય શકે છે,જેના કારણે અંદાજે 1 કરોડ ભારતીયો પર અસર થઈ શકે છે.જો કે અમેરીકે પહેલાથી જ તેમના નાગરિકોને ખાડીદેશોને છોડવાના આદેશ આપી દીધા હતા.તે ઉપરાંત બ્રિટને પણ પોતાના ખાડી વિસ્તારોમાં સેનાની તૈનાતીને વઘારી દીઘી હતી.

ઈરાન પછી સૌથી વઘુ શિયા મુસ્લિમ ભારતમાં સ્થાયિ છે પરંતુજો આ યુદ્ધ થાય તો સોથી વઘુ પ્રભાવિત સામાન્ય નાગરીક થશે.ખાડી દેશોમાં અદાજે 1 કરોડથી પણ વઘુ ભારતના લોકો છે,આ પ્રકારનું ઘર્ષણ થતા તમામ નાગરિકો મુસીબતમાં આવી શકે છે.વર્ષ 1990ના ખાડી યુદ્ધ દરમિયાન ભારત ભારતના 1.75 લાખ નાગરિકોને એરલિફ્ટ કરીને પોતાના દેશમાં લાવવામાં આવ્યા હતા.

ભારત વિશ્વનો સેક્નડ નંબરનો દેશ છે જે રાન પાસેથી સોથી વઘુ કાચા તેલની ખરીદી કરી શકે છે.ભારત ઈરાન પાસેથી પોતાની જરુરિયાતનું અદાજે 39 ટકા તેલ સાઉદી રબ ને ઈરાન દેશ પાસેથી ખરીદે છે.જો યુદ્ધ થશે તો તેલના જહાજને રોકવામાં આવી શકે છે,જેમાં સમગ્ર દુનિયા સહિત ભારતમાં યાત થતુ તેલ પમ અટકી શકે છે.

ભવિષ્યમાં જો મેરીકા ને ઈરાન યુદ્ધ કરે તો એશિયાઈ દેશોમાં તેની સૌથી વઘુ અસર ભારત દેશ પર થશે.ભારતની ભૂ-રણનીતિક અને ભૂ-રાજનીતિક સ્થિતિ કથળી શકે છે.કારણે કે ભારતના બન્ને દેશો સાથેના સંભઘો ખુબ જ સારા છે.રાજનીતિક રીતે ઈરાન ભારત માટે ખુબ જ જરુરી છે.આ સ્થિતમાં ભારતની પરિસ્થિતિ સુળી વચ્ચે સોપારી જેવી છે,કા પમ ક દેશ સાથે ભારતનું સમર્થન હોવું બીજા દેશ માટે ખોટૂ સાબતિ થઈ શકે છે.

ખાડીદેશોમાં કેટલાક ભારતીય લોકો વસવાટ કરી રહ્યા છે,અદાજે સાઉદી અરબમાં 1 લાખ લોકો,યૂએઈમાં 35 લાખ લોકો,ઓમાનમાં 9.50 લાખ લોકો,કુવૈતમાં 07 લાખ લોકો,કતરમાં 6.50 લાખ લોકો,બહરીન 1.50 લાખ લોકો ,ઈરાન 800થી 1000 ભારતીયો અને ઈરાકમાં રહેતા ભારતીય લોકોની માહિતી ઉપ્લબ્ઘ નથી,આમ કુલ 1 કરોડ જેટલા ભારતના લોકો ખાડી દેશોમાં રહી રહ્યા છે,જે દરેક લોકો પર આ બન્ને દેશ વચ્ચે જો યુદ્ધ સર્જાય તો માઠી અસર થઈ શકે છે.

આપણે આશા રાખીએ કે, આ યુદ્ધ ન જ થવું જોઈએ નહીતો અસુરક્ષા અને અસ્થિરતાની સ્થિતિ સર્જાય શકે છે,જો કે બન્ને દેશો વચ્ચે તણાવયૂક્ત વાતાવરણ તો રહેવાનું જ છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.