1. Home
  2. ગુજરાતી
  3. જો ચોમાસામાં રાખશો આટલી કાળજી તો બીમાર નહી પડો- તંદુરસ્તી જાળવવા માટે કરો આટલું કામ
જો ચોમાસામાં રાખશો આટલી કાળજી તો બીમાર નહી પડો- તંદુરસ્તી જાળવવા માટે કરો આટલું કામ

જો ચોમાસામાં રાખશો આટલી કાળજી તો બીમાર નહી પડો- તંદુરસ્તી જાળવવા માટે કરો આટલું કામ

0

સાહીન મુલતાની-

  • ચોમાસામાં તંદુરસ્ત રહેવાના ઉપાયો
  • ચોમાસું આવતા પહેલા ચેતીજાવ
  • ખવા પીવામાં ખાસ રાખો કાળજી
  • તળેલો અને ખાટ્ટો ખોરાક ટાળો
  • વધુ પડતા પલળવાથી બચવું
  • નાહવા માટે ગરમ પાણીનો હંમેશા ઉપયોગ કરવો
  • પીવાનું પાણી ગરમ કરીને જ પીવું

ચોમાસું બેસવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે,આમ તો રાજ્યભરમાં વરસાદના ઝાપટા વરસવાનું શરુ થઈ ગયું છે,ઠંડા પવનની સાથે સાથે વાતાવરણમાં પણ જાણે હવે ઠંડક સપરી ચૂકી છે,ત્યારે આપણે વધુ પડતો વરસાદ આવવા લાગે તે પહેલા જ આપણા શરીરની કાળજી કઈ રીતે લેવી જોઈએ તે જાણી લઈએ,કહેવાય છે ને પહેલું સુખ શરીરની તંદુરસ્તી.

ચોમાસામાં આપણે વારંવાર પાણીમાં પલળતા હોઈએ છીએ જેના કારણે બીમાર પણ પડતા હોઈએ છે ત્યારે આ સમયે આપણે આપણા આરોગ્યની ખાસ કાળજી લેવાની જરુર હોય છે,આજુ બાજુ પાણીનો ભરાનો થતો હોવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે જેથીઅનેક બીમારીઓ થતી હોય છે,ત્યારે આપણે ચોમસું બરાબર બેસી જાય તે પહેલા જ સાવચેત થઈ જવું જોઈએ.

હાથની સાફ સફાઈ રાખવી

સામાન્ય રીતે જે તે બીમારી થાય છે તેનો પ્રવેશ આપણે જોતે જ તેને કરાવતા હોઈએ છે,જેથી કરીને કોઈ પણ વસ્તુને ખાતા પહેલા પણ હાથ સાબુ વડે ધોઈને બરાબર સાફ કરી લેવા જોઈએ,હાથ ધોયા વગર કોઈપણ ચીજ-વસ્તુ ન અડકવી જોઈએ.કારણ કે બીમારીનું પ્રથમ કારણ જે તે બેક્ટેરયા વાળી ખાદ્ય વસ્તુ પેટમાં જવાનું હોય છે

તમારી ત્વચાની કાળજી લેવી

ખાસ કરીને ચોમાસામાં ત્વચાનું ધ્યાન રાખવું પણ ખુબ જ જરુરી છે. તે સાથે જ જો નખ વધારવાના શોખીન હોવ તો ચોમાસાની ઋતુમાં નખ ન વધારવા જોઈએ,નખ નાના જ રાખો.અઠવાડિયામાં એક વાર જૂતાને થોડીવાર તાપમાં મુકો જેથી તેમા રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જાય સ્કિન અને વાળનુ ખાસ ધ્યાન રાખવુ – વરસાદની ઋતુમાં સ્કિનને હેલ્ધી રાખવા માટે બે દિવસમાં બે વાર સાબુ લગાવીને ન્હાવુ જોઈએ. એકબીજાના ટોવેલ અને કપડાનો પ્રયોગ ન કરો. સ્કિન પર પરસેવો ન રહેવા દો. તેને કોઈ સ્વચ્છ કપડાથી લૂછતા રહો. નહી તો ફંગલ ઈફ્કેશન થવાનો ખતરો બન્યો રહે છે. તેનાથી બચવા માટે ડિયોડ્રેટ કે પાવડર યૂઝ કરો.

ભીના કપડા પહેરવાનું ટાળવું

જો તમે વરસાદમાં પલડી ગયા હોવ તો બે ત્યા સુધી કપડાતરતબદલી નાખવા જોઈએ,વરસાદ દરમિયાન હંમેશા કોરા અને સ્વચ્છ કપડા પહેરવા જોઈએ, લો. ખાસ કરીને ભીના કપડા શરીર પર વધુ સમય રાખવાથી ફંગલ ઈંફેક્શનનો ખતરો વધે છે.

ભીના ચપ્પલકે શૂઝ ન પહેરવા

વરસાદની ઋતુમાં જૂતા, મોજા અને ઈનરવેયર હંમેશા સૂકા રાખ વાજોઈએ. પગની ચોખ્ખાઇ રાખવી જોઈએ કરણ કે વરસાદની ઋતુમાં પગ સૌથી વધુ પાણીમાં પલળતા હોય છે. તેથી ફંગલ ઈંફેક્શનનો ખતરો વધુ રહે છે ,તે સાથે પગની સફાઈ માટે એંટિસેપ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ- ભીના થઈ ગયેલા મોજા તરત જ બદલી નાખવા જોઈએ

તમારા હેરની કાળજી લેવી

વરસાદની ઋતુમાં વાળ પણ વધુ ખરે છે. તેથી માઈલ્ડ શેમ્પુ યુઝ કરવું જોઈએ ,વાળમાં જો ખોળો હોય તો તે પ્રમાણે શેમ્પુની પસંદગી કરવી જોઈએ
અઠવાડાયામાં ફક્ત એક વખત વાળ ધોવાનુંરાખવું. વાળની ટોનને જોતા કોઈ સારુ નેચરલ કંડિશનર લગાવવાનુ ન ભૂલશો.

ઘરની સફાઈ રાખવી

ઘરની આસપાસ પાણીનો ઘેરાવો ન થવા દેવો,પાણીનો ધેરાવો થવાથી મચ્છર અને બીજા કીટાણુ પૈદા થાય તો બીમારીને નોતરે છે, ઘરને ભેજથી બચાવવા માટે જ્યા લીકેજ થઈ રહ્યુ હોય તેની મરામત કરાવી લેવી,અનેકવાર દીવાલોમાં નમી થવાથી ઘરમાં કીડા થઈ જાય છે.ઘરની દરેક એંટ્રેસ ગેટ પર ફ્લોર મેટ લવાવો. તેનાથી કીચડ ઘરમાં ન આવી શકે.રસોડામાં કીડી ઓ ન આવે એ માટે સોડાથી બે ત્રણ વાર વાઈપ કરો. રાત્રે પેસ્ટિસાઈડ્સ નાખો.
જેનાથી કૉકરોચ ઘરની અંદર સ્થાન નહી બનાવી શકે.

બાળકોને ઈનડોરગેમ રમડો

બાળકો ખુબ જ જલ્દી બીમાર પડતા હોય છે,તેઓને ચોમાસામાં પલળવાનો ખુબ જ ડર રહે છે. તેથી બાળકોને ઈનહાઉસ ગેમ્સ રમવાનુ કહો. તેમને ફુલ બાંયના કપડા પહેરાવો જેથી મચ્છર ન કરડે. બાળકોને ખાસ જમવામાં પરેજી કરાવો ચોમાસમાં બાળકોને બહારના ફૂડ પેકેટ ખાતા અટકાવવો,તે સાથે જ ઘરમાં હેલ્ધી ખોરાક આપો,તળેલું ,તીખું જમવાનું બાળકનું સ્વાસ્થ્ય બગાડે છે.

ચોમાસા દમિયાન જો તમે આટલી કાળજી રાકશો તો તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહેશે અને બીમારી ઘરમાં પ્રવેશી શકશે નહી,ખાસ કરીને તમે ઘરની આસપાસ જ્યા પણ પાણી ભરાતું હોય તેવી જગ્યાઓને ખાલી કરી દેવી અથવા તો તેવી જગ્યાઓ પુરી દેવી,વધારાનું ભંગાર ઘરની આસપાસ ભેવું ન કરવું,આમ કરવાથી તમારા ઘરની આસપાસ સ્વચ્છતા જળવાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.