1. Home
  2. revoinews
  3. IIT દિલ્હીએ કોરોના સંક્રમણથી બચવા માટે લોશન અને ટીશર્ટ બનાવ્યા
IIT દિલ્હીએ કોરોના સંક્રમણથી બચવા માટે લોશન અને ટીશર્ટ બનાવ્યા

IIT દિલ્હીએ કોરોના સંક્રમણથી બચવા માટે લોશન અને ટીશર્ટ બનાવ્યા

0
  • આઈઆઈટી દિલ્હીએ કોરોના મહામારીથી બચવા માટે લોશન અને ટીશર્ટ બનાવી
  • લોશન અને ટીશર્ટ કોરોનાના સંક્રમણની શક્યતાઓ ઘટાડશે
  • શુક્રવનારના રોજ આ કિટ જારી કરવામાં આવી હતી
  • ક્લેઇંસ્ટા કિટનું નિર્માણ કરવામાં આવ્યું

સમગ્ર વિશ્વમાં કોરોના મહામનારી વર્તાઈ રહી છે ,કોરોનાથી બચવા અનેક અવનવી તરકીબો શઓધવામાં આવી રહી છે, આ કોરોનાકાળમાં માસ્કથી લઈને સેનેટાઈઝરનો મહત્તમ ઉપયોગ વધ્યો છે, ત્યારે હવે કોરોનાના સંક્રમણથી બચવા માટે બોડી લોશન અને ટિશર્ટ પણ બનાવવામાં આવ્યા છે.

આઇઆઇટી દિલ્હીમાં બે સ્ટાર્ટઅપ્સ  દ્રારા કોરોનાના સંક્રમણથી બચવા માટે એન્ટીવાયરસ ટીશર્ટ અને સુરક્ષા કરનારું  લોશન બહાર પાડ્યું છે. અધિકારીઓએ કહ્યું કે સ્ટાર્ટઅપ્સ ઇ-ટેક્સ અને ક્લેઇન્સ્ટા દ્વારા નિર્મિત ઉત્પાદનો ખૂબ જ સસ્તા અટેલે કે દરેક લોકોને પોસાય શકે તેવા ભાવે ઉપબલ્ઘ છે.

શુક્રવારના રોજ  સંસ્થાના ડિરેક્ટર વી રામગોપાલ રાવે આ પ્રોડક્ટ્સનું લોકાર્પણકર્યું હતુ, જે કોરોના સામે રક્ષણના હેતુંથી બનાવવામાં આવ્યું છે, આ વિકસાવવામાં આવેલ ક્લેઇંસ્ટા કીટમાં લોશન, સેનિટાઈઝર અને ઇ-ટેક્સ બખ્તરમાં એન્ટીવાયરસ ટીશર્ટ અને કવચ માસ્કનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉત્પાદનો આઈઆઈટી દિલ્હીના કેમિકલ્સ અને કાપડ વિભાગના નિષ્ણાતો દ્વારા મંજૂરી આપવામાં આવી ચૂકી છે. અધિકારીઓએ કહ્યું કે ઇ-ટેક્સે અદ્યતન તકનીકનો ઉપયોગ કરીને માસ્ક અને ટીશર્ટ્સ ડિઝાઈન કરી છે, જેના થકી કોરોના સંક્રમણની શક્યતાઓ અને ઝડપ ઓછી થઈ શકે છે.

સાહીન-

 

 

LEAVE YOUR COMMENT