in ,

રાજકોટમાં ગેરકાયદે બાંધકામ કરનારી શાળાઓ ઉપર મનપાની તવાઈ

રાજકોટ : સુરતની ઘટના અને ‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજકોટમાં મ્યુ.કોર્પોરેશન દ્વારા ફાયરના સાધનો નહિ રાખનાર અને છાપરા બનાવેલી સ્કુલને સીલ લગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેથી શાળા સંચલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તેમજ કેટલીક સ્કૂલોનું ગેરકાયદે બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની શકયતાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તેમજ તોતીંગ વૃક્ષો ધરાશાયી થવાની શકયતાને પગલે ગાર્ડન પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન રાજકોટ શહેરમાં જે શાળાઓ અને ટયુશન કલાસીસમાં છાપરા બનાવેલા હોય  અને  ફાયર બ્રિગેડના સાધનોનુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમજ નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો નહિ રાખનાર સ્કૂલ, કોલેજ, ટયુશન કલાસને સીલ કરી દેવા મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અન્વેય મ્યુ.કોર્પોરેશનની ટી.પી શાખા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શહેરનાં ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં આવેલી સ્કુલની ત્રણ બિલ્ડીંગ, હાયર સેકન્ડરી હાઇસ્કુલ તથા અન્ય સ્કુલનાં છાપરાવાળા સ્થળો સીલ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે સ્કૂલ પર બનાવવામાં આવેલા છાપરા દૂર કરવામાં આવ્યા હતા.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં કાર્યરત સ્કૂલ અને કલાસીસમાં અભ્યાસ કરતા છાત્રોની સુરક્ષા અને સલામતી અંગે કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે અને રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ ડીપાર્ટમેન્ટ સાથે સંલગ્ન એવા આવશ્યક તમામ ધારાધોરણોનું કલાસ અને સ્કૂલ સંચાલકોએ પાલન કરવું પડશે. સ્કુલને સીલ લગાવવાની કાર્યવાહી મ્યુ.કોર્પોરેશનની ટી.પી શાખા દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

શ્રીલંકા બ્લાસ્ટનો મામલો: એનઆઈએના રડાર પર આઈએસ કોયમ્બતૂર મોડ્યુલ, તમિલનાડુમાં 7 ઠેકાણા પર દરોડા

વાયુ વાવાઝોડાની ગતિથી તંત્ર ચિંતિતઃ NDRFની વધુ 12 ટીમો બોલાવાઈ