in ,

વાવાઝોડાની અસરઃ વેરાવળમાં દરિયાના પાણી જલેશ્વરમાં ઘુસ્યાં

રાજકોટઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાતા ગુજરાત ઉપરથી ખતર ટળ્યો છે પરંતુ વાવાઝોડાની અસર હજુ પણ ગુજરાતના દરિયામાં જોવા મળી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે અને અનેક વિસ્તારમાં વરસાદ પણ વરસી રહ્યો છે. દરમિયાન વેરાવળમાં દરિયાના પાણી જલેશ્વરમાં લોકોના ઘરમાં ઘુસી જતા લોકોમાં ભય ફેલાયો હતો.

વાવાઝોડાની અસર ગુજરાતના દરિયોમાં જોવા મળી રહી છે. અમરેલીના જાફરાબાદ બંદર નજીક દરિયામાં ઉંચા મોજા ઉછળ્યાં હતા. જેમાં એક જહાજ દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. આ ઉપરાંત નવસારીના દરિયાના પાણી નજીકમાં આવેલા બોરસી ગામમાં ઘુસ્યાં હતા. ગામના 80 જેટલા ઘરમાં ઘુંટણ સમા પાણી ઘુસ્યાં હતા. દરમિયાન આજે પણ વેરાવળના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. દરિયાકાંઠે આવેલા જલેશ્વર વિસ્તારમાં લોકોના ઘરમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા. જેથી લોકોમાં ભય ફેલાયો હતો અને વિસ્તાર છોડીને સલામત સ્થળે જતા રહ્યાં હતા. વાવાઝોડાની શકયતાને પગલે સરકારે દરિયાકાંઠામાં રહેતા લાખો લોખનું સ્થળાંતર કરાવ્યું હતું. તેમ છતા અનેક લોકો પોતાની બોટ અને મકાન છોડીને જવા તૈયાર થયા ન હતા. બીજી તરફ એનડીઆરએફ સહિતની બચાવ ટુકડીઓ દરિયાકાંઠા વિસ્તારમાં તૈનાત રાખવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ફોર્બ્સ: દુનિયાની 2000 મોટી કંપનીઓમાં માત્ર 57 ભારતીય કંપનીઓ, ટોપ-200માં રિલાયન્સનો જ સમાવેશ

પાકિસ્તાનનું નામ લીધા વગર સામે બેઠેલા ઈમરાનને પીએમ મોદીનો સંદેશ: ‘આતંકને આશ્રય આપનારાઓ સામે કડક થવું જરૂરી’