in , ,

ઈમરાનખાનના અશિષ્ટાચારથી પાકિસ્તાનની ઓકાત દુનિયાની સામે આવી, આખી દુનિયામાં ઉડી રહી છે મજાક

નવી દિલ્હી:  પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની આખી દુનિયામાં મજાક ઉડી રહી છે અને તેનું કારણ પણ ખુદ ઈમરાન છે. કિર્ગિસ્તાનમાં ચાલી રહેલી એસસીઓ સમિટના પહેલા દિવસે એવી તસવીરો સામે આવી કે જેનાથી જોનારા પણ હેરાન થઈ ગયા છે. તમને વિશ્વાસ નહીં આવે કે ઈમરાન ખાન આ હરકત પણ કરી શકે છે.

મામલો કિર્ગિસ્તાનના બિશ્કેકનો છે. જ્યાં એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે આવેલા નેતાઓના સમ્માનમાં કિર્ગિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે ડિનર આપ્યું હતું. હોલમાં ઈમરાન ખાન અને પીએમ મોદી એકબીજાની નજીક-નજીક એકસાથે હતા. પીએમ મોદીને વચ્ચેની ખુરશી મળી, તો ઈમરાનખાનને છેક ખૂણામાં બેસવાની જગ્યા મળી હતી.

ઈમરાન ખાન હોલમાં આવતાની સાથે જ બેસી ગયા. પરંતુ પીએમ મોદી અને અન્ય તમામ નેતાઓએ તમામ અતિથિઓના હોલમાં આવવા સુધી રાહ જોઈ હતી. સૌ ઉભા રહીને તાળીઓ વગાડતા રહ્યા, પરંતુ ઈમરાનને ત્યારે પણ શિષ્ટાચારની યાદ આવી નહીં અને તેઓ પગ પર પગ ચઢાવીને બેઠા રહ્યા હતા. આખા હોલમાં દરેક શખ્સ ઉભો  હતો અને આવનારા મહેમાનના સ્વાગતમાં તાળીઓ વગાડી રહ્યો હતો. પરંતુ ઈમરાનખાન બસ ખુરશીમાં બેઠા જ રહ્યા હતા.

દુનિયાના મોટામોટા નેતાઓ – નરેન્દ્ર મોદી, વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ, સૌ ઉભા હતા. પરંતુ ઈમરાનખાન બેઠા જ રહ્યા. ઈમરાન ખાનને ખૂણાવાળી બેઠક મળી હતી અને તેમને સમજમાં આવ્યું નહીં કે તેઓ શું કરે. એક વખતો તેઓ ઉભા પણ થયા અને અભિવાદન માટે નમ્યા પણ હતા. પરંતુ ન તો કોઈએ આનો જવાબ આપ્યો અને ન તો તેમની તરફ જોયું પણ ખરું. નિરાશ અને હતાશ ઈમરાન ખાન ચુપચાપ બેસી ગયા હતા.

તેમણે એ પણ વિચાર્યું નહીં કે તેમની હરકતથી તેઓ 30 કરોડ પાકિસ્તાનીઓની પણ મજાક ઉડાવી રહ્યા છે. ઈમરાન ખાનનો આખી દુનિયાએ બોયકોટ કર્યો છે. પીએમ મોદીએ ઈમરાનખાનને ન તો હાથ મિલાવ્યો અને ન તો તેમની સાથે કોઈ વાતચીત કરી હતી. પીએમ મોદીનો નિર્ણય કેટલો સાચો છે, તેનું પ્રમાણ ઈમરાનખાને પોતાની આવી હરકતોથી આપી દીધુ છે. ઈમરાન ખાને આખી દુનિયાને દેખાડયું છે કે તેઓ પોતાની અક્કડમાં બીજાનું સમ્માન કરવાનું પણ જાણતા નથી. પાકિસ્તાનના અશિષ્ટાચારી વડાપ્રધાન ઈમરાનખાનને દુનિયાએ જોયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદમાં સ્કૂલ વાહનો ઉપર RTOની તવાઈઃ ચાલકોમાં ફફડાટ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સિગ્નલ પર લગાવાશે સેન્સર