1. Home
  2. Political
  3. સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનને ચચરાટ, ખિજાયેલા ઈમરાન ખાને પોતાના જ અધિકારીઓના દાવાઓને નકાર્યા
સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનને ચચરાટ, ખિજાયેલા ઈમરાન ખાને પોતાના જ અધિકારીઓના દાવાઓને નકાર્યા

સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનને ચચરાટ, ખિજાયેલા ઈમરાન ખાને પોતાના જ અધિકારીઓના દાવાઓને નકાર્યા

0

ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ત્રણ સ્થાનો પર આતંકવાદી ટ્રેનિંગ શિબિરોને નેસ્તોનાબૂદ કરાયા બાદ પાકિસ્તાન ખિજાયું છે. સર્જિકલ સ્ટ્રાઈક – ટુ બાદ વડાપ્રધાન ઈમરાન ખાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય સહીત સ્ટાફ સમિતિના અધિકારી અને સિવિલ તથા આર્મીના અધિકારીઓએ ભાગ લીધો હતો.

મીટિંગમાં બાલાકોટ પાસે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પાકિસ્તાને રદિયો આપયો છે અને કહ્યુ છે કે બાલાકોટની પાસે કોઈ જાનહાનિ થઈ નથી. તહરીક-એ-પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલ પર પાકિસ્તાનની સરકાર તરફથી લખવામાં આવ્યું છે કે ભારત સરકાર ફરી એકવાર મનઘડંત દાવો કરી રહી છે અને તેનો કોઈ આધાર નથી.

મીટિંગમાં અસહજ દેખાયા ઈમરાન ખાન

આ બેઠકમાં વડાપ્રધાન ઈમરાન ખાન કંઈક ચચરાટ અનુભવતા અને ખિજાયેલા દેખાતા હતા. મીટિંગ દરમિયાન તેમની બોડી લેન્ગ્વેજ ઘણી અસહજ હતી. તે મીટિંગ દરમિયાન ખુરશી પર ડોલતા દેખાઈ રહ્યા હતા. આ મીટિંગમાં લાલ મફલર અને લેધર જેકેટમાં આવ્યા હતા. જ્યારે આર્મીના અધિકારીઓ વર્દીમાં અને નેતાઓ ગ્રે રંગના સૂટમાં દેખાઈ રહ્યા હતા.

તેમણે પોતાની જ સેનાના અધિકારીઓ અને પ્રવક્તા આસિફ ગફૂરના ટ્વિટને જ ખોટું ઠેરવ્યું છે. તેઓ ભૂલી ગયા કે સૌથી પહેલા દુનિયાને ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી જાણકારી આસિફ ગફૂરે જ આપી છે. આસિફ ગફૂરે સવારે એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા અને લખ્યું હતું કે અમે ભારતીય વાયુસેનાને ખદેડી છે અને કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી.

તેના પછી ભારતીય મીડિયામાં અને રાજકીય વર્તુળોમાં હલચલ શરૂ થઈ હતી.

પાકિસ્તાને ઉચ્ચસ્તરીય મીટિંગમાં કહ્યુ હતુ કે ભારત સરકાર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની પીઠ થપથપાવવા માટે આવા પ્રકારનો ઢંઢેરો પીટી રહી છે. પાકિસ્તાને કહ્યું છે કે જે વિસ્તારોમાં ભારત હુમલો કરવાનો દાવો કરે છે, પાકિસ્તાનની સરકાર ત્યાં સ્થાનિક મીડિયા અને આંતરરાષ્ટ્રીય મીડિયાને લઈ જશે તથા જણાવશે કે ત્યાં શું અસર થઈ છે?

ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકથી ચચરાટ અનુભવી રહેલા પાકિસ્તાને કહ્યું છે કે ભારતે બિનજરૂરી આક્રમકતા દેખાઈ છે અને પાકિસ્તાન તેનો જવાબ આપશે. બેઠક બાદ ઈમરાન ખાને કહ્યુ છે કે આનો જવાબ પાકિસ્તાન યોગ્ય સમયે અને યોગ્ય સ્થાન પર આપશે. વડાપ્રધાન ઈમરાન ખાને 27 ફેબ્રુઆરીએ પણ એનસીએની વિશેષ બેઠક બોલાવી છે.

વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાની સેના અને સામાન્ય લોકોને કોઈપણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે હાકલ  કરી છે. તેમમે એમ પણ કહ્યુ છેકે તેઓ ભારત દ્વારા અપનાવવામાં આવેલા બેજવાબદાર વલણથી દુનિયાની લીડરશિપને અવગત કરશે. ઈમરાન ખાને પાકિસ્તાન એરફોર્સ દ્વારા ભારતીયોની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી કાર્યવાહીના વખાણ કર્યા હતા.

બેઠક બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ મીડિયાની સાથેની વાતચીતમાં પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા ભારત વિરુદ્ધ કાર્યવાહી બાબતે વાતચીત કરી હતી.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ કુરૈશીએ મીડિયા બ્રીફિંગમાં કહ્યુ હતુ કે બેઠક ચાલુ છે, તેમા મહાસચિવ તૈમિના જિન્નાહ સામેલ થશે અને પાકિસ્તાનનો દ્રષ્ટિકોણ રજૂ કરશે. તેમણે કહ્યુ છે કે મીટિંગમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે સંસદના સંયુક્ત સત્રને સંસદીય સમિતિમાં વિચારણા માટે રજૂ કરવામા આવશે. તેમા વિદેશ પ્રધાન, સંરક્ષણ અને નાણાં પ્રધાન પણ સામેલ થશે. જેથી એ સુનિશ્ચિત કરી શકાશે કે તમામ પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવે.

કુરૈશીનું  કહેવું છે કે મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે મીડિયાના ઘટનાસ્થળ પર લઈ જવામાં આવશે. જેથી ભારતના જૂઠ્ઠાણાને ઉજાગર કરી શકાય. પાકિસ્તાનના વિદેશ પ્રધાને તુર્કીના વિદેશ પ્રધાન સાથે પણ વાતચીત કરીને તેમને પરિસ્થિતિ મામલે સૂચના આપી છે. સંયુક્ત આરબ અમિરાતમાં ઓઆઈસીના સંપર્ક સમૂહની બેઠક પણ ચાલી રહી છે. તેમા મહાસચિવ તૈમિના જિન્નાહ સામેલ થશે અને પાકિસ્તાનની વાત પર ધ્યાન આપશે.

કુરૈશીએ કહ્યુ છે કે ભારતીય યુદ્ધવિમાનોને પાકિસ્તાની વાયુસેનાની પ્રતિક્રિયાને કારણે પાછા ફરવા માટે મજબૂર બનવું પડયુ હતુ. ભારતે એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન પાસે આત્મરક્ષા અને જડબાતોડ જવાબ આપવાનો અધિકાર છે.

tags:

LEAVE YOUR COMMENT