REGIONALગુજરાતી

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અમદાવાદની મહિલાઓમાં દારૂનું ચલણ વધ્યું ?

  • 9 વર્ષમાં 529 મહિલાઓએ દારૂની પરમીટ મેળવી
  • આરોગ્યના કારણોસર મેળવે છે દારૂની પરમીટ
  • દર વર્ષે સરેરાશ 60 મહિલાઓ મેળવે છે પરમીટ

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે ત્યારે અમદાવાદ શહેરમાં દારૂ માટે પરમીટ મેળવવાના ચલણમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 9 વર્ષમાં 529 મહિલાઓએ આરોગ્યના કારણસર દારૂની પરમીટ મેળવી હોવાનું જાણવા મળે છે. શહેરમાં દર વર્ષે સરેરાશ 2500 પુરુષો અને 60 જેટલી મહિલાઓ દારૂની પરમીટ મેળવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડે આરોગ્યના કારણોને ધ્યાનમાં રાખીને મહિલાઓને પરમીટ આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દારૂની પરમીટ મેળવવી હોય તો સિવિલમાં મેડિકલ બોર્ડ સમક્ષ અરજદારની આરોગ્યની ચકાસણીના અંતે મંજૂરી આપવામાં આવે છે આરટીઆઇ હેઠળ મળેલી માહિતી અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી વર્ષ 2010માં 50, વર્ષ 2011માં 85, વર્ષ 2012માં 85, વર્ષ 2013માં 54, વર્ષ 2014માં 34, વર્ષ 2015માં 53, વર્ષ 2016માં 68 અને 2017માં 97 મહિલાઓએ દારૂની પરમીટ મેળવી હતી. વર્ષ 2018નાં માત્ર ત્રણ મહિનામાં 26 મહિલાઓએ દારૂની પરમીટ મેળવી હતી. 40 વર્ષથી વધુની ઉમરના અરજદારને જ પરમીટ આપવામાં આવતી હોવાનું જાણવા મળે છે. તેમજ તેમની આરોગ્યની તપાસ કર્યા બાદ દારૂની પરમીટ આપવામાં આવે છે. દારૂની પરમીટ લઇને સેવન કરનારા 40 થી 50 વર્ષ સુધીના લોકોને 3 યુનિટ, 50 થી 65 વર્ષ સુધીના લોકોને 4 યુનિટ અને 65 વર્ષથી વધુ વયના લોકોને 5 યુનિટનો જથ્થો પ્રતિમાસ આપવામાં આવે છે.

Related posts
BUSINESSREGIONAL

લોકોને માત્ર બે કલાકમાં અમદાવાદથી રાજકોટ પહોંચાડવાની સરકારની તૈયારી

ગુજરાતના બે મહત્વના શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે પરિવહન ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે જેને મંજૂરી આપી છે તેવા હાઇસ્પીડ રેલવે પ્રોજેકટના…
HEALTHCARENATIONAL

ગુજરાતમાં કોરોનાનો તબીબો પર જ કહેર, કુલ 23 તબીબોના થયા મોત

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. ત્યારે કોરોના પીડિત દર્દીઓની સારવાર કરતા કોરોના વોરિયર્સ એવા તબીબો પણ કોરોનાની ઝપટે ચડ્યાં…
REGIONALગુજરાતી

ગુજરાત સરકાર એકશનમાં, હવે રોજના કોરોનાના સરેરાશ 50 હજાર ટેસ્ટ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમજ સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રોજના સરેરાશ 30 હજાર જેટલા ટેસ્ટીંગ…

Leave a Reply