REGIONALગુજરાતી

રાજ્યની તમામ કોર્ટમાં તા. 31મી માર્ચ સુધી મહત્વના કેસની થશે સુનાવણી

  • કોરોના વાયરસના પગલે લેવાયો નિર્ણય
  • કોર્ટ સંકુલમાં પક્ષકારોની ભીડ ઘટાડવા કરાયો નિર્ણય

અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે. હવે રાજ્યની તમામ અદાલતોમાં તા. 31મી માર્ચ સુધી મહત્વના કેસની સુનાવણી હાથ ધરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસના પગલે કોર્ટમાં આવતા અરજદારો, વકીલો, મુલાકાતીઓ અને કોર્ટ સ્કાફની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે રાજ્યની તમામ કોર્ટ માટે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર અનુસાર રાજ્યની તમામ કોર્ટમાં અરજન્ટ મેટર પર જ સુનાવણી હાથ ધરવામાં આવશે. તેમજ જામીન અરજી, કામચલાઉ હુકમો સહિતની અરજીઓ સહિતના કેસની સુનાવણી હાલ કરવામાં નહીં આવે. એટલું જ નહીં અનિવાર્ય ન હોય તો પક્ષકારને હાજર રાખવાનો આગ્રહ નહીં રાખવા નિર્દેશ કર્યો છે. તેમજ શક્ય હોય તો કેદીઓને વીડિયો કોન્ફરન્સ મારફતે અદાલતમાં હાજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ કોર્ટ સંકુલમાં સ્વચ્છતા જાળવવા નિર્દેશ કરાયો છે. દરેક જિલ્લા કોર્ટ સંકુલમાં વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓની એક ટીમની રચના કરવામાં આવશે. આ ટીમ જિલ્લા કોર્ટ સંકુલની પરિસ્થિતિ ઉપર દરરોજ દેખરેખ રાખશે અને કોરોના સામે લડવા માટે જરૂરી તમામ પગલાં લેશે.

Related posts
Nationalગુજરાતી

જમ્મુ કાશ્મીરમાં સેનાએ સામુદાયિક રેડિયો સ્ટેશનનો આરંભ કર્યો - આ રેડિયો કાશ્મીરની શાંતિ અને વિકાસ માટે સમર્પિત

જમ્મુ કાશ્મીરમાં કોમેયૂનિટિ રેડિયોની શરુઆત 90.4 હર દીલ કી ધડકન, બનશે આવામનો આવજ મનોરંજનની સાથે કલા,સંસ્કૃતિથી લોકોને જાગૃત કરાશે શ્રીનગર – સૈનાએ…
HealthCareગુજરાતી

કોરોના રસીકરણ અભિયાનઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો રસીનો પ્રથમ ડોઝ

અમદાવાદઃ હાલ કોરોના રસીકરણ અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને કોરોનાની…
TECHNOLOGYગુજરાતી

મહિલાઓની સુરક્ષા માટે લોન્ચ થશે ગાર્ડિયન એપ, આ રીતે થશે સુરક્ષા

હવે ટ્રૂકોલર GUARDIAN કરીને એપ લાવી રહ્યું છે આ એપને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે બનાવાઇ છે GUARDIAN એપની મદદથી ALWAYS SHARE…

Leave a Reply