REGIONALગુજરાતી

ગુજરાતમાં 5 વર્ષમાં સરકારે 17514 વ્યક્તિઓને આપી દારૂ પીવાની પરમિટ

  • આરોગ્યના કારણોસર અપાય છે પરમિટ
  • દારૂના વેચાણ માટે સરકારે આપ્યા લાઈસન્સ
  • 66 હોટલ-લીકર શોપને અપાયા લાઈસન્સ
  • 5 વર્ષમાં 3 કરોડના દારૂ-બિયરનું થયું વેચાણ

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે અને તેના અમલ માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. એટલું જ નહીં કેટલાક લોકોને આરોગ્યના કારણોસર સરકાર દ્વારા દારૂની પરમિટ પણ આપવામાં આવે છે. રાજ્યમાં 5 વર્ષના સમયગાળામાં 17514 લોકોને દારૂ પીવાની પરમિટ અપાઈ છે. બીજી તરફ દારૂ-બિયરના વેચાણ માટે 66 હોટલ-લીકર શોપને લાઈસન્સ આપવામાં આવ્યાં છે. અહીંથી પાંચ વર્ષના સમયમાં રૂ. 3 કરોડથી વધુની કિંમતના દારૂ-બિયરનું વેચાણ થયું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2014-15માં 3075, વર્ષ 2015-16માં 3660, વર્ષ 2016-17માં 4495, વર્ષ 2017-18માં 3840, વર્ષ 2018-19માં 2444 લોકોને દારૂ પીવાની પરમિટ આપવામાં આવી હતી. એટલે કે સરેરાશ રોજના 10 લોકોને સરકાર દારૂ પીવાની પરમિટ કાઢી આપે છે. દારૂબંધીનો કાયદો કડક બનાવવાની સાથે સરકારે દારૂની પરમિટ આપવાના નિયમો પણ કડક બનાવ્યા અને મેડિકલ બોર્ડની ભલામણ જરૂરી બનાવાઇ છે જો કે, પરમિટ લેનારાઓની સંખ્યામાં નોંધપાત્ર કોઇ ઘટાડો થયો નથી. આરોગ્યના કારણોસર સરકાર ચરસ અને પોશડોડાના સેવનની પણ પરમિટ આપવામાં આવે છે. જો કે, દારૂ સિવાયની કોઇ પરમિટ માટે અરજી સરકારને મળી ન હતી. રાજ્ય સરકારે વિદેશી દારૂનું વેચાણ કરવા માટે 15 જિલ્લામાં 66 જેટલી હોટેલ્સ અને લીકર શોપને લાઈસન્સ આપ્યા છે. જેના મારફતે પાંચ વર્ષમાં 3.05 કરોડ લિટર દારૂ અને બિયરનું વેચાણ કરવામાં આવ્યું હતું.

Related posts
REGIONALગુજરાતી

ગુજરાતના બ્રાહ્મણ કુમારોએ લવ-કુશની જેમ કંઠસ્ત કર્યો રામ રક્ષા સ્તોત્ર

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામમાં ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવશે. ત્યારે ગુજરાતના લુવાણાડાના બ્રાહ્મણ કુમારોએ રામ…
HEALTHCARE

શાકભાજી અને ફળોના જ્યુસ અપાવશે બીમારીઓથી છુટકારો

આજના વ્યસ્ત દિનચર્યા અને પ્રદૂષણને કારણે મોટાભાગના લોકો નાની-મોટી બીમારીઓથી પીડાઈ રહ્યા છે, જેની સારવાર ડોકટરો દ્વારા કરવામાં આવે છે. આ રોગોની…
HEALTHCAREREGIONAL

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું : 1009 પોઝિટિવ કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 1100થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા…

Leave a Reply