1. Home
  2. ગુજરાતી
  3. હોંગકોંગમાં પરવાનગી વગર લોકતંત્ર સમર્થકો દ્રારા રેલી કાઢવામાં આવતા માહોલ ગરમાયો
હોંગકોંગમાં પરવાનગી વગર લોકતંત્ર સમર્થકો દ્રારા રેલી કાઢવામાં આવતા માહોલ ગરમાયો

હોંગકોંગમાં પરવાનગી વગર લોકતંત્ર સમર્થકો દ્રારા રેલી કાઢવામાં આવતા માહોલ ગરમાયો

0

હોંગકોંગઃ- હોંગકોંગમાં પરવાનગી વગર રેલી યોજી રહેલા લોકતંત્રના સમર્થકો અને કથિતરૂપે પેટ્રોલ બોમ્બ ફેંકી વેપારીક સંસ્થાઓને નુકશાન પહોંચાડી રહેલા કટ્ટર વિરોધ પ્રદર્શનકર્તાઓને કાબુમાં રાખવા પોલીસે રવિવારના રોજ પાણીના ફૂવારાઓનો પણ ઉપયોગ કર્યો હતો,અને સાથે આંસૂ ગેસના ગોળા પણ છોડ્યા હતા.

જનસુરક્ષા અને પહેલા કટ્ટર કાર્યકર્તો દ્રારા કરવામાં આવેલી હિંસક ઘટનાઓને નજરમાં રાખતા આ પગલું ભરવામાં આવ્યું,તે છતા પણ વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો સામેલ થયા,વહીવટતંત્ર અને પ્રદર્શન કરનારાઓ વચ્ચે તણાવની સ્થિતિ તે સમયે વધુ સર્જાય જ્યારે  પ્રદર્શન કરનારા નેતા જીમી શાહ પર બુઘવારના રોજ કેટલાક લોકોએ હથોડી અને ચપ્પુ વડે હુમલો કર્યો,અને જેના કારણે તેમને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા. શનિવારની રાતે પણ લોકતંત્રના સમર્થકોને પેંપ્લેટ વહેચી રહેલા એક વ્યક્તિના ગળા અને પેટ પર ચપ્પૂ વડે હુમલો કર્યો હતો,

જો કે આ રેલી પહેલાની જેમ શાંતિપૂર્ણ રીતે શરુ થઈ હતી,પરંતુ કટ્ટર પ્રદર્શનકારીઓ તરફથી  પોલીસ અને સબવેના પ્રવેશ દ્રાર પર પેટ્રોલ બોમ્બ ફેકતા અને ચીનની બેંક શાખાઓ તથા દુકાનો પર હુમલો કરતા સ્થિતિ કથળી હતી,આ પરિસ્થિતિને કંટ્રોલમાં રાખવા પોલીસ દ્રારા આ કડક પગલું ભરવામાં આવ્યું,રબરની ગોળીઓ પણ લચાવવામાં આવી સાથે લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો,બપોરના સમયે રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરી રહેલા ટ્રક પ્રદર્શનકર્તાઓનો પોલીસે પીછો કરીને તેમના પર ભૂરારંગનું પાણી નાખ્યુ જેના કારણે પાછળથી આ પ્રદર્શન કરનારાઓની ઓળખ થઈ શકે,તો બીજી તરફ પ્રદર્શન કરનારાઓ એ પોલીસે લગાવેલા અવરોઘકોમાં આગ ચાંપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.