1. Home
  2. ગુજરાતી
  3. નાગપુરમાં લડાકૂ વિમાન રાફેલના પાર્ટ બનવાનું કાર્ય હાથ ધરાયું – ITIના વિદ્યાર્થીઓને અપાશે ટ્રેનિંગ
નાગપુરમાં લડાકૂ વિમાન રાફેલના પાર્ટ બનવાનું કાર્ય હાથ ધરાયું – ITIના વિદ્યાર્થીઓને અપાશે ટ્રેનિંગ

નાગપુરમાં લડાકૂ વિમાન રાફેલના પાર્ટ બનવાનું કાર્ય હાથ ધરાયું – ITIના વિદ્યાર્થીઓને અપાશે ટ્રેનિંગ

0
  • ભારત સરકારે ફ્રાંસ સાથે કર્યો છે લડાકુ વિમાનનો કરાર
  • આ કરાર અતંર્ગત 36 લડાકુ વિમાન થશે તૈયાર
  • 36 રાફેલનો આ સોદો 58 હજાર કરોડ રુપિયાનો

ઉલ્લેખનય છે કે, ભારત સરકારએ ફ્રાંસ સાથે 58 હજાર કરોડ રુપિયામાં કુલ 36 લડાકુ રાફેલ વિમાનનો ગયા વર્ષ દરમિયાન કરાર કર્યો હતો,તે સાથે જ વિતેલા વર્ષેએ ફ્રાંસએ ભારતને દશેરાના દિવસે પ્રથમ વિમાન સોપ્યુ હતું,આ સમય દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ફ્રાંસમાં ઉપસ્થિત રહ્યા હતા,જો કે આ લડાકુ રાફેલ વિમાન હાલ ફ્રાંસમાં જ છે.

ત્યારે આ કરાર અંતર્ગત ભારતના મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં લડાકુ વિમાન રાફેલના સ્પેરપાર્ટ બનવાનું કાર્ય શરુ કરવામાં આવી ચૂક્યું છે,ફાઈટર્સ જેટ્સના ટ્વિન એન્જિનને કવર કરનાર દરવાજાનો પ્રથમ સેટ નાગપુરમાં અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ અને ફ્રેચ ફર્મ એવિએશનના સંયુક્ત ઉપક્રમ વાળા પ્લાન્ટમાં બનવાનું શરુ થઈ ચૂક્યું છે.

મળતિ માહીતી પ્રમાણે રાફેલ વિમાન સાથે સંકળાયેલા તમામ સ્પેર પાર્ટ તમામ ભારતમાં જ બનશે તેમ કહેવામાં આવી રહ્યું છે.ભારતમાં જ રાફેલના સ્પેર પાર્ટનું નિર્માણ કરવાનો ખાસ હેતુ આવનારા મહિનોમાં રોફેલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.

નાગપુરના ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સટિટ્યૂટના વિદ્યાર્થીઓ રાફેલ અને ફાલ્કન  વિમોનાના સ્પેર પાર્ટને જોડવાનું કાર્ય શીખી રહ્યા છે.ફ્રાંસીસી કંપની દેશો એવિએશનએ સરકાર દ્રારા સંચાલિત આઈટીઆઈ નાગપુર સાથે મળીને વિતેલા વર્ષ દરમિયાન એક કરાર કર્યો હતો,આ કરાર અંતર્ગત સંસ્થાનમાં ‘એરોનોટિકલ સ્ટ્રક્ચર એન્ડ ઈક્વિપમેન્ટ ફિટર’ અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.