1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. નવરાત્રીના ફાસ્ટમાં ખોરાકમાં સામેલ કરો આટલી ફરાળી વસ્તુઓ ,દિવસ રહેશે એનર્જીથી ભરપુર
નવરાત્રીના ફાસ્ટમાં ખોરાકમાં સામેલ કરો આટલી ફરાળી વસ્તુઓ ,દિવસ રહેશે એનર્જીથી ભરપુર

નવરાત્રીના ફાસ્ટમાં ખોરાકમાં સામેલ કરો આટલી ફરાળી વસ્તુઓ ,દિવસ રહેશે એનર્જીથી ભરપુર

0
  • નવરાત્રીના ઉપવાસમાં લીલા કોપરાનું કરો સેવન
  • મગફળીના દાણાને શેકીને ગોળ સાથે ખાઈ શકો છો

નવરાત્રી એટલે માતાજીની આરાધના ભક્તિના નવ દિવસો, ખાસ કરીને ઘણા લોકો 9 દિવસ માતાજીના ઉપવાસ કરતા હોય છે આ દરમિયાન તમારે પોતાના એનર્જીથી ભરપુર રાખવા ખોરાકમાં હેલ્ધી ફૂડનો સમાવેશ કરવો જોઈએ, ઘણા લોકો એક ટાણું જ કરે છે તો કેચલાક એવા લોકો પણ છે જે નવે નવ દિવસ માત્ર ફરાળ જ કરે છે, જો તમે પમ માત્ર ફરાળ પર જ નવ દિવસ વિતાવવાના છો તો તમારા તમારા ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તો ચાલો જાણીએ કેએવી કંઈ કંઈ વસ્તુઓ છે જેને ખાવાથી  તમારામાં 9 દિવસ સુધી ભરપુર એનર્જી બની રહે છે.

1 લીલુ કોપરું

આપણે ભગવાનને જે નારિયેળ ચઢાવિયે છે તેનું મહત્વ ખોરાક તરીકે પણ ઘણું રહેલું છે લીલું નારિયેળ ખાવાતી દિવસ દરમિયાન ભરપુર એનર્જી મળી રહે છે, જો તમને એકલું ખાવું નથી પસંદ તો તેમાં ખઆંડ ઉમેરીને કાય શકો ચો.

2 ગોળ

ગોળમાં સારા પ્રમાણમાં લોહત્ત્વ હોય છે જે તમને એનર્દજીથી ભરપુર રાખે છે જ્યારે ઉપવાસ હોય. ત્યારે એક ટાઈમ 2 ચમચી જેટલો ગોળ ખાવો જોઈએ જે તમને સુગર મર્યાદિત રાખે છે,તમારું બ્લેડ પ્રેશન લો નહી થવાદે

2 ડ્રાયફ્રૂટ્સ

ઉપવાસના  દિવસની શરૂઆત મુઠ્ઠીભર બદામથી કરવી જોઈએ. આ સાથે જ  બદામ, કાજુ, , મખાના, અંજીર, પિસ્તા વગેરે જેવા ઘણા ડ્રાય ફ્રૂટ્સ નવરાત્રિના ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે.

4 મગફળીના દાણા

આ સાથે તમે શેકેલી મગફળી પણ ખાઈ શકો છો. મગફળીના દાણામાં તમે ઈચ્છો તો ગોળ મિક્સ કરીને પણ ખાઈ શકો છો.શેકેલી મગફળીને દળીને તમે ગોળ નાખી તેનો પાક પણ બનાવી શકો છો.

5 ફળો

કેળા, સફરજન સહીત જે પણ ફળ તમને ભાવતો હોય તેનો ખોરાકમાં ભરપુર સમાવેશ કરો ખાસ કરીને મોસંબી કે સંતરા અને પાઈનેપલનું જ્યુસ પીવાનું રાખો

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.