REGIONALગુજરાતી

સુરતમાં પતિના આડાસંબંધથી કંટાળીને પરિણીતાએ કરી આત્મહત્યા

  • પરિણીતાની ભાભી સાથે હતો પતિનો આડોસંબંધ
  • મૃતકની બહેને નોંધાવી ફરિયાદ
  • પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી

અમદાવાદ : સુરતના અમરોલી વિસ્તારમાં એક પરિણીતાએ પતિના આડા સંબંધોથી કંટાળીને મકાનનાં ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહિલાની ભાભી સાથે તેના પતિને આડો સંબંધ હતો. જે મુદ્દે છેલ્લા કેટલાક સમયથી દંપતિ વચ્ચે તકરાર ચાલતી હતી. જેથી કંટાળીને મહિલાએ અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસે આત્મહત્યા માટે મજબુર કરનારા પતિને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં રહેતો ઝાકિર વેલ્ડિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ઝાકિરના લગ્ન સાત વર્ષ પહેલા સીમરન નામની યુવતી સાથે થયા હતા. લગ્ન જીવનથી બંનેને એક દીકરો અને દીકરીના માતા-પિતા બન્યાં હતા. છેલ્લા કેટલાક સમયથી ઝાકિરની પત્ની સીમરનના તેની સગી નણંદના પતિ અકમર અનીશ શેખ સાથે અનૈતિક સંબંધો હતા. સીમરનની નણંદ બહાર જતી હતી ત્યારે બંને ફરવા પણ જતા હતા. અકરમની પત્નીને આ અંગેની જાણ થઈ જતાં તેણે પતિ અને ભાભી સીમરનને ઠપકો આપ્યો હતો. ત્યાર બાદ અકરમે તેની પત્ની સાથે મારઝૂડ કરવાનું શરૂ કરી દીઘું હતું. આ ઉપરાંત તે તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. જે બાદમાં આડા સંબંધની જાણ પરિવારને થઈ જતાં હોબાળો થયો હતો. પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળીને અંતિ પરિણીતાએ મકાનના ત્રીજા માળથી મોતની છલાંગ લગાવી હતી. પરિણીતાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ફરજના હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે મૃતકની બહેને સગા બનેવી અને ભાભી સામે ફરિયાદ નોંધાવી હતી.

Related posts
HEALTHCAREREGIONAL

કોઈ દિવસ બસ એમબ્યુલન્સ વિશે સાંભળ્યું છે? સુરતમાં થયો આ પ્રયોગ..

 અમદાવાદ– સુરત માં કોરોના વાયરસ ના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજીતરફ તંત્ર પાસે હાલ 10 થી વધારે એમ્બ્યુલન્સ કાર્યરત છે….
REGIONALગુજરાતી

સુરતમાં કોરોના મહામારી વચ્ચે મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ લથડી

સરકાર પાસે ભંડોળની કરી માંગણી કોરોના પાછળ અત્યાર સુધીમાં રૂ. 40 કરોડનો કર્યો ખર્ચ અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ…
REGIONALગુજરાતી

કોરોના મહામારીઃ સુરતમાં આવતી તમામ એસટી બસ બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્સ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા કેટલાક દિવસોથી ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેના પગલે સુરત ડેપો આવતી તમામ…

Leave a Reply