1. Home
  2. ગુજરાતી
  3. સુશાંત આપધાત કેસ : રિયાએ પોલીસને નિવેદન આપ્યું…જાણો
સુશાંત આપધાત કેસ : રિયાએ પોલીસને નિવેદન આપ્યું…જાણો

સુશાંત આપધાત કેસ : રિયાએ પોલીસને નિવેદન આપ્યું…જાણો

0
  • રિયા ચક્રવર્તીએ પોલીસને આપ્યું નિવેદન
  • રિયાએ યશ રાજ ફિલ્મ્સના કરાર અંગે કર્યો મોટો ખુલાસો
  • સુશાંતે યશ રાજ ફિલ્મ્સ સાથે કોંટ્રેકટ કર્યો હતો સમાપ્ત

સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી ઘણા બોલિવૂડ નિર્માતાઓ અને દિગ્દર્શકો પર સવાલો ઉભા થયા છે. આ કેસમાં બાંદ્રા પોલીસે સુશાંતની નજીકની મિત્ર રિયા ચક્રવર્તીનું નિવેદન નોંધ્યું છે. લગભગ નવ કલાક ચાલેલી આ પૂછપરછમાં અનેક સવાલના જવાબો સામે આવ્યાં છે. આ દરમિયાન રિયાએ યશ રાજ ફિલ્મ્સના કરાર અંગે મોટો ખુલાસો કર્યો છે.

રિયા ચક્રવર્તીએ પોતાના નિવેદનમાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતે યશ રાજ ફિલ્મ્સ સાથેનો કરાર સમાપ્ત કર્યો છે. સુશાંતે રિયાને પોતાનો કરાર સમાપ્ત કરવાનું પણ કહ્યું હતું. રિયાનું આ નિવેદન મોટું ઉલટફેર સાબિત થઈ શકે છે. કારણ કે આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે યશ રાજ ફિલ્મ્સએ સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. તો, રિયાનું આ નિવેદન કંઈક બીજું કહી રહ્યું છે.

ગુરુવારે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી સહિત સુશાંતની પીઆર ગતિવિધિઓને હેન્ડ કરનારી રાધિકા નિહલાની અને પૂર્વ મેનેજર શ્રુતિ મોદીના નિવેદનો પણ નોંધાયા છે. આ સિવાય સુશાંતના મિત્ર મહેશ શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેમના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. તેમના મૃત્યુ પછી બોલિવૂડના ઘણા પ્રખ્યાત નિર્માતાઓ – દિગ્દર્શકો, અભિનેતાઓ અને કંપનીઓ પ્રશ્નોના ધેરામાં છે. યશ રાજ ફિલ્મ્સ સિવાય કરણ જોહર, સલમાન ખાન વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે સુશાંતના મોતનું અસલી કારણ જાહેર થયું નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.