1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાવાયરસ વિરુદ્ધ ભારત અને ઈઝરાયલ એકસાથે: PM મોદી અને ઈઝરાયલના PM નેતન્યાહુ વચ્ચે થઈ ચર્ચા
કોરોનાવાયરસ વિરુદ્ધ ભારત અને ઈઝરાયલ એકસાથે: PM મોદી અને ઈઝરાયલના PM નેતન્યાહુ વચ્ચે થઈ ચર્ચા

કોરોનાવાયરસ વિરુદ્ધ ભારત અને ઈઝરાયલ એકસાથે: PM મોદી અને ઈઝરાયલના PM નેતન્યાહુ વચ્ચે થઈ ચર્ચા

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વચ્ચે વિવિધ પગલાઓ તેમજ કોરોનાવાયરસ પર ટેક્નીકલ રીતે વ્યવહાર કરવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરી.  પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ કોરોનાવાયરસ સામે લડવા માટે વ્યૂહરચના અંગે ચર્ચા કરી.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને હાલમાં કોરોનાવાયરસના કારણે આઈસોલેટ કરવામાં આવ્યા છે અને આવા સમયે પીએમ મોદી માટે નેતન્યાહૂ સાથે વાત કરવી મહત્વપૂર્ણ છે.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નજીકના સલાહકાર કોરોના પોઝીટીવ આવતા બેન્જામિન નેતન્યાહુ સહિત અન્ય અધિકારી પણ સેલ્ફ ક્વોરન્ટીનમાં જતા રહ્યા હતા.

પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશમાં 21 દિવસના લોકડાઉનમાં નવમા દિવસે ફરી એકવાર દેશને સંબોધન કર્યું હતું અને દેશવાસીઓને અપીલ કરી હતી કે પ્રકાશની શક્તિથી કોરોનાના અંધકારને પરાજિત કરવાની જરૂર છે. આ માટે તમામ લોકોએ રવિવારે રાત્રે નવ વાગ્યે દીવો પ્રગટાવી રાત્રે નવ વાગે નવ મીનીટ સુધી પોતાના ઘરની લાઈટ બંધ રાખવાની અપીલ કરી છે. આ કામ કરવા પાછળનો મુખ્ય હેતુ લોકોને એકતાનો સંદેશ આપવાનો છે.

આ અપીલના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘5 એપ્રિલના રોજ લોકો એટલે કે આ રવિવારે રાત્રે 9 વાગ્યે ઘરમાંથી બહાર આવે છે. ઘરોની લાઇટ બંધ કરો અને દરવાજા પર ઉભા રહીને, મીણબત્તી પ્રગટાવી કે બીજું કંઈ પણ પ્રગટાવો. આ શક્તિના માધ્યમથી અમે સંદેશ આપવા માંગીએ છીએ કે દેશવાસીઓ એક થઈ ગયા છે. વડા પ્રધાને કહ્યું કે એકતાના બળ પર જ આ રોગચાળો પરાજિત થઈ શકે છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.