in , , , , , , , , ,

ભારતમાં 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ ગૂગલ પ્લે અને એપલ સ્ટોર પરથી હટાવાઈ આ એપ

  • કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
  • 59 એપ્સ ભારતમાં થઈ બેન
  • TikTok, CamScanner, Helo, જેવી ચાઈનીઝ એપ સામેલ
  • ચાઇનીઝ એપ્સ દ્વારા યુઝર્સના ડેટાની ચોરી થઈ હોવાના અહેવાલ
  • ગૂગલ પ્લે અને એપલ સ્ટોર પરથી હટાવી દેવામાં આવ્યું ટિક ટોક

ભારતે સોમવારે રાત્રે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આ મોટા નિર્ણય પછી લોકપ્રિય એપ્લિકેશન ટિકટોક જે લિસ્ટમાં છે તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, તે એપલના પ્લે સ્ટોર પરથી ડિલીટ પણ કરાયું હોવાનું સામે આવ્યું છે. પ્રતિબંધિત 59 એપ્સમાંથી ટિકટોક સહિત યુસી બ્રાઉઝર, શેરઇટ જેવી ઘણી લોકપ્રિય એપ્લિકેશનો છે. સરકારે આ એપ્સ પર ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69 એ હેઠળ પ્રતિબંધ લાદ્યો છે.

આ નિર્ણય અંગે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમારી પાસે ઉપલબ્ધ માહિતી મુજબ આ એપ્સ કેટલીક પ્રવૃત્તિઓમાં સામેલ છે જે ભારતની સંરક્ષણ, સુરક્ષા અને અખંડિતતા માટે હાનિકારક છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ એપ્સનો ઉપયોગ મોબાઇલ અને નોન-મોબાઇલ આધારિત ઇન્ટરનેટ ડિવાઇસમાં પણ કરવામાં આવશે નહીં.

આ એપ્સ પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ..

TikTok, Shareit, Kwai, UC Browser, Baidu map, Shein, Clash of Kings, DU battery saver
Helo, Likee, YouCam Makeup, Mi Community, CM Browsers, Virus Cleaner, APUS Browser, ROMWE, ClubFactory, Newsdog, Beutry Plus, WeChat, UC News, QQ Mail
Wibo, Xender, QQ Music, QQ Newsfeed, BigoLive, Selfie City, Mail Master, Parallel Space, Mi Vide, WeSync, ES File Explorer, Viva Video, Meitu, Vigo Video, New Video Status, DU Recorder, Vault Hide, Cache Cleaner, DU Cleaner, DU Browser, Hago Play, Cam Scanner, Clean Master, Wonder Camera, Photo Wounder, QQ Player, We Meet, Sweet Selfie, Baidu Translate, Vmate, QQ International, QQ Security Center, U Video, V Fly Status, Video, Mobile Legends, DU privacy

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પતંજલિનો યૂ ટર્ન, કહ્યું: અમે કોરોનાની કોઇ દવા બનાવી જ નથી

ભારતને ટૂંક સમયમાં મળી શકે છે આટલા રફાલ વિમાન, ભારતની વધતી તાકાતથી ચીન છે પરેશાન