1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં ITBP સેન્ટરમાં રાખવામાં આવેલા કોરોના શંકાસ્પદ દર્દીઓ સ્વસ્થ- ભારત કોરોના મૂક્ત
દિલ્હીમાં ITBP સેન્ટરમાં રાખવામાં આવેલા કોરોના શંકાસ્પદ દર્દીઓ  સ્વસ્થ- ભારત કોરોના મૂક્ત

દિલ્હીમાં ITBP સેન્ટરમાં રાખવામાં આવેલા કોરોના શંકાસ્પદ દર્દીઓ સ્વસ્થ- ભારત કોરોના મૂક્ત

0
  • કેરળના ત્રણેય દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળી
  • ચીનમાં અત્યાર સુધીમાં 2236 લોકો મોતને ભેટ્યા
  • 75 હજારથી વધુ સંક્રમણ કેસોની પુષ્ટિ
  • ભારત દેશમાં કોરોના વાયરસનો એક પણ દર્દી નહી

ચીનના વુહાન-હુબઈથી ઉત્પન્ન થયેલા કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર ફેલાવ્યો છે,ત્યારે ભારત હવે કોરોના મૂક્ત બન્યું છે,ભારતના કેરલમાં બે દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા જેઓ સ્વસ્થ જણાતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે લવાયા છે,તે સાથે જ દિલ્હીના છાવલા ખાતે આઈટીબીપી ઓબઝર્વેશન સેન્ટરમાં રાખવામાં આવેલા 406 ભારતીયોનો રિપોર્ટ પણ નેગેટિવ નોંધાયો છે.

 ફેબ્રુઆરીની 1લી અને 2જી તારીખે વુહાનથી પરત ફર્યા બાદ આ તમામ ભારતીયોને અહીં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.મીડિયા એહવાલ પ્રમાણે ભારત હવે સંપૂર્ણ રીતે કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યું છે. કેરળના સંક્રમિત ત્રણેય વિદ્યાર્થીઓની સ્થિતિમાં સંપૂર્ણ સુધારો નોંધાયો છે.

કોરોનાનું ઉદ્ભવ સ્થાન ચીનમાં કોરોનાવાયરસથી ગુરુવારના રોજ 118 લોકોના મોતનો આંકડો સામે આવ્યો હતો,દેશમાં આ સાથે જ કુલ મૃત્યુઆંક 2236 થયો છે.75,465 સંક્રમણના કેસની પુષ્ટિ થઈ ચુકી છે.

આ સાથે જ ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે લાખો લોકોના થર્મલ સ્ક્રીનિંગ બાદ કુલ 2,654 લોકોના નમૂના શંકાના આધારે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.જેમાં માત્ર ત્રણ કેસના રિપોર્ટ નેગેટિવ નોંધાયા હતા. ચીનના વુહાનમાંથી 1 અને 2 ફેબ્રુઆરીએ એર ઈન્ડિયાના વિમાનથી માલદીવના રહેવાસીઓ સહિત 647 લોકોને હેમખેમ ત્યાથી ભારત પરત લાવવામાં આવ્યા હતા. જેઓને દિલ્હીના આઈટીબીપી અને માનેસરના સૈન્ય કેન્દ્રમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને સોમવના રોજ  વુહાનથી પરત ફરેલા ભારતીયો સાથે આઈટીબીપી સેન્ટરમાં મુલાકાત લીધી હતી.જેમાં 406 લોકોમાંથી 200 જેટલા લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેઓને પોતાના ઘરે પરત લવાયા છે.આ સાથે જ બારત પરથી કોરોનાનો કહેર નાશ પામતો જોઈ શકાય છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.