1. Home
  2. ગુજરાતી
  3. ભારતે શ્રીલંકાને T-20 ક્રિકેટ મેચમાં 7 વિકેટે આપી હાર
ભારતે શ્રીલંકાને T-20 ક્રિકેટ મેચમાં 7 વિકેટે આપી હાર

ભારતે શ્રીલંકાને T-20 ક્રિકેટ મેચમાં 7 વિકેટે આપી હાર

0
  • શ્રીલંકાએ 143 રનનો આપ્યો હતો ટાર્ગેટ
  • ભારતે 17.3 ઓવરમાં મેળવી જીત

ઈન્દોર : હોલકર સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે 7 વિકેટ સાથે શ્રીલંકાને પરાજય આપીને આ મેદાન ઉપર પોતાના જીતના રેકોર્ડને જાળવી રાખ્યો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યાં હતા. 143 રનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. ત્રણ T-20 સીરિઝની અંતિમ મેચ 10 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.

ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 ટુર્નામેન્ટની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી. મંગળવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં બીજી ટી-20 મેચ રમાઈ હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની બીજી T-20માં જીતીને બોલિંગ લીધી છે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યાં હતા. શ્રીલંકા ટીમના ટોપ-3 બેટ્સમેન સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. કુશલ પરેરા 34 રને, આવિષ્કા ફર્નાન્ડો 22 રને અને દનુષ્કા ગુણતિલકા 20 રને આઉટ થયા હતા. ભારતના નવદીપ સૈની અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

શ્રીલંકાએ આપેલા 143 રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 17.3 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી. લોકેશ રાહુલ અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. બંનેએ અનુક્રમે 45 અને 32 રન કર્યા હતા. તે પછી શ્રેયસ ઐયરે 26 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 34 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી 30 રને અણનમ રહ્યો. લંકા માટે સ્પિનર હસરંગાએ 2 વિકેટ ઝડપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.