revoinews

ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી પ્રતિબંધ

  • ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
  • 30 નવેમ્બર સુધી કોમર્શિયલ ફ્લાઇટ્સ સ્થગિત
  • કોરોના ના વધતા સંક્રમણને લઇને લેવાયો નિર્ણય

અમદાવાદ: કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને DGCA એ જાહેરાત કરી છે કે, ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવશે. આ જાહેરાત બુધવારે કરવામાં આવી છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે 23 માર્ચથી ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે હવે વધારીને 30 નવેમ્બર સુધી કરવામાં આવ્યો છે. જો કે, આ નિયમ ઇન્ટરનેશનલ કાર્ગો અને DGCA દ્વારા છૂટ અપાયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ફરી શરૂ કરવા ભારત અન્ય દેશો પર નિર્ભર છે. તો સાથે તેને આશા પણ છે કે, વર્ષના અંત સુધીમાં ઘરેલુ ફ્લાઇટ્સ સંપૂર્ણ રીતે ફરીથી શરૂ કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવી એ અન્ય દેશો પર પણ નિર્ભર છે. જેથી અન્ય દેશો ફ્લાઇટ્સને રિસીવ કરવા માટે ખુલ્લા હોય.

દેશમાં 24 કલાકમાં કોરોનાવાયરસના 43,893 નવા કેસ સામે આવ્યા છે અને 508 મોતની સાથે કુલ કેસોની સંખ્યા 79,90,322 પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, કોરોનાના દૈનિક કેસોની સાથે મૃત્યુ પણ ઘટ્યા છે. કુલ કેસમાંથી 6,10,803 કેસ હાલમાં સક્રિય છે,જ્યારે 72,59,509ને રિકવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો,આ બીમારીને કારણે 1,20,010 લોકોએ જીવ ગુમાવ્યો છે.

_Devanshi

Related posts
revoinews

સુપ્રીમ કોર્ટના આદેશથી DGC એ ફ્લાઈટ ટિકિટના રિફંડ અંગે ગાઈડલાઈન રજુ કરી

સુપ્રીમ કોર્ટનો આદેશ -ટિકિટનું પુરેપુરુ મળશે વળતર ડીજીસીએ આ અંગેના નિર્ણય બાદના 6 દિવસે ગાઈડલાઈન જારી કરી હવે ગ્રાહકોને રદ થયેલી ટિકિટના…
revoinews

આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પર હજુ 31 ઑક્ટોબર સુધી પ્રતિબંધ રહેશે: DGCA

– આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ વિમાની સેવાઓ પરનો પ્રતિબંધ વધારાયો – મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 ઑક્ટોબર સુધી લંબાવાયો – જો કે…
TRAVELગુજરાતી

કોરોનાના કહેર વચ્ચે 30 સપ્ટેમ્બર સુધી નહીં ઉડે આતંરરાષ્ટ્રીય વિમાન - પ્રતિબંધ યથાવત

ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ પ્રતિબંધ 30 તારિખ સુધી યથાવત રહેશે કોરોનાનો કહેર જોતા લેવાયો નિર્ણય કાર્ગો ફ્લાઈટ્સ તેમજ DGCA…

Leave a Reply