1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં કોરોનાવાયરસને આંક 17,300ને પાર, મહારાષ્ટ્રમાં 4200 તો દિલ્લીમાં 2000થી વધુ કેસ
ભારતમાં કોરોનાવાયરસને આંક 17,300ને પાર, મહારાષ્ટ્રમાં 4200 તો દિલ્લીમાં 2000થી વધુ કેસ

ભારતમાં કોરોનાવાયરસને આંક 17,300ને પાર, મહારાષ્ટ્રમાં 4200 તો દિલ્લીમાં 2000થી વધુ કેસ

0
  • કોરોનાવાયરસના કેસનો આંક 17,300ને પાર
  • મહારાષ્ટ્રમાં નોંધાયા છે સૌથી વધુ કેસ
  • દિલ્લીમાં પણ કોરોનાવાયરસના 2000થી વધુ કેસ

ભારતમાં એકાદ મહિનાથી લોકડાઉન છે છત્તા પણ સતત વધી રહેલા કોરોનાવાયરસના કેસ ચીંતાનો વિષય બન્યો છે. ભારતમાં કોરોનાવાયરસને લઈને લોકડાઉન તો કરવામાં આવ્યું  ત્યારે અંદાજે 550 જેટલા કેસ હતા જ્યારે અત્યારે કેસની સંખ્યામાં જંગી વધારો થયો છે અને આંક 17300ને પાર પહોંચી ગયો છે.

ભારતમાં હાલ મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના કેસનો આંકડો 4200ને પાર તો દિલ્લીમાં 2000થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. સૌથી વધારે કોરોનાવાયરસના કેસ જે રાજ્યોમાં નોંધાયા છે તે રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્લી અને ગુજરાતનો સમાવેશ થાય છે.

ભારતે અન્ય દેશોની તુલનામાં કોરોનાવાયરસને નોંધપાત્ર રીતે રોકી રાખ્યો છે અને કોરોનાવાયરસને ફેલાવો એટલો થયો નથી પરંતુ ભારતમાં જે કોરોનાવાયરસને કેસ વધી રહ્યા છે તેનું કારણ છે કે કેટલાક ઘર્મના લોકો દ્વારા કોરોનાવાયરસને ગંભીરતાથી લેવામાં આવ્યું નથી. કોરોનાવાયરસના ચેકિંગ કરવા પર ડોક્ટર પર પત્થર ફેંકવામાં આવે છે તેના કારણે યોગ્યરીતે ચેકિંગ કરી શકાતું નથી. ડોક્ટર્સ, સમાજસેવી તથા પોલીસ કર્મી સાથે કરવામાં આવતા અભદ્ર વ્યવહાર અને પત્થરમારા પર માનવઅધિકારના અધિકારીઓનો પણ કોંઈ ખાસ અવાજ સંભળાતો નથી.

ધર્મ પર અડંગાઈ મારનારા નેતા તથા ધર્મગુરુઓ પણ આજે શાંત દેખાઈ રહ્યા છે અને ડોક્ટર્સ પર કરવામાં આવતા પત્થરમારાને લઈને આંખે પાટા બાંધીને બેસી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે.

ભારત સરકાર દ્વારા કોરોનાવાયરસ સામે લેવામાં આવી રહેલા પગલાને જોતા લાગે છે કે ભારત સરકારે કોરોનાવાયરસને ફેલાતો તો રોકવાનો જ છે પરંતુ કોરોનાવાયરસ ફેલાવનારને પણ રોકવાના છે. મતલબ ભારત સરકાર હાલ બે-બે ધોરણે કોરોનાવાયરસ સામે જંગ લડી રહી છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.