1. Home
  2. revoinews
  3. ચીન સાથેના તણાવ વચ્ચે ભારતને મળ્યા બીજા 5 રાફેલ લડાકૂ વિમાન- ઓક્ટોબરમાં ભારત લાવવામાં આવશે
ચીન સાથેના તણાવ વચ્ચે ભારતને મળ્યા બીજા 5 રાફેલ લડાકૂ વિમાન- ઓક્ટોબરમાં ભારત લાવવામાં આવશે

ચીન સાથેના તણાવ વચ્ચે ભારતને મળ્યા બીજા 5 રાફેલ લડાકૂ વિમાન- ઓક્ટોબરમાં ભારત લાવવામાં આવશે

0
  • ફ્રાંસ તરફથી ભારતને મળ્યા બીજા રાફેલ વિમાન
  • ઓક્ટોબર મહિનામાં બીજા રાફેલ ભારત લાવવામાં આવશે
  • ભારતીય વાયુસેનાની તાકાત બે ગણી થશે

ફ્રાંસ તરફથી થોડા સમય પહેલા જ ભારતને 5 રાફેલ લડાકૂ વિમાન સોંપવામાં આવ્યા છે,ત્યારે હવે આવનારા ઓક્ટોબર મહિનામાં ભારતને બીજા રાફેલ વિમાન સોંપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે, ઓક્ટબર મહિનામાં બીજી બેચના 5 રાફેલ વિમાનને પશ્વિમ બંગાળના કલઈકુન્ડા અરફઓર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે, ચીન સાથે જોડાયેલી પૂર્વ સરહદ પર આ રાફેલ વિમાનો હેઠળ બાજ નજર રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વિતેલી 10 સપ્ટેમ્બરના રોજ 5 રાફેલનો ભારતીય વાયુસેનામાં સમાવેશ કરવામાં આવ્યા હતો, જેને અંબાલા એરફોર્સ પર તૈનાત કરાયા હતા, આ રાફેલનો ઉપયોગ અફઘાનિસ્તાન, લીબિયા, માલી અને ઈરાકમાં કરવામાં આવી ચૂક્યો છે, ત્યારે હવે ભારત પણ તેનો ઉપયોગ કરી રહ્યું છે, 4.5 ફોર્થ જનરેશનના ફાઈટર જેટથી વાયુસેના વધુ મજબુત બની છે

આવનારા મહિનામાં જો બીજા રાફેલ જેટ ભારતને સોંપવામાં આવશે તો ભારતીય વાયુ સેનાની તાકાતમાં હજુ બે ગણો વઘારો થશે, ત્યારે આ સમાચાર એવી સ્થિતિમાંમ સામે આવ્યા છે કે જ્યારે સતત ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સીમાને લઈને તણાવપૂર્ણ માહોલ વર્તાઈ રહ્યો છે, ચીનને વળતો જવાબ આપવામાં અને ચીનની દાદાગીરી સામે વળતો પ્રહાર કરવામાં રાફેલ જેટ એક સખ્ત જવાબ હશે.જો કે ભારત તરફથી તો સતત વાતાઘાટો કરીને શાંતુ બનાવી રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ ચીન તેની હરકતોમાંથી બાજ નથી આવી રહ્યું. ત્યારે હવે બીજા 5 રાફેલ જેટ ભારતની વાયુસેનાને તાકાતવર બવાનશે.

સાહીન

 

LEAVE YOUR COMMENT