1. Home
  2. Political
  3. દબાણમાં ઈમરાન ખાન, મસૂદ અઝહરને યુએનએસસીમાં ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાનો નહીં કરે વિરોધ!
દબાણમાં ઈમરાન ખાન, મસૂદ અઝહરને યુએનએસસીમાં ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાનો નહીં કરે વિરોધ!

દબાણમાં ઈમરાન ખાન, મસૂદ અઝહરને યુએનએસસીમાં ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાનો નહીં કરે વિરોધ!

0

પાકિસ્તાનની વિરુદ્ધ ભારત દ્વારા બનાવવામાં આવેલું ચોતરફી દબાણ કામ આવતું દેખાઈ રહ્યું છે. ભારત સાથે તણાવ ઘટાડવા માટે ઈમરાન ખાન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર એક્શન લેવા તૈયાર થઈ ગયું છે. રિપોર્ટ મુજબ, જો ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાવવા માટે પગલું ઉઠાવે છે, તો પાકિસ્તાન તેનો વિરોધ નહીં કરે.

એક સૂત્રને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ કહ્યું છે કે સરકારે સૈદ્ધાંતિક રાહે જૈશ-એ-મોહમ્મદના નેતૃત્વ પર કાર્યવાહીનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યુ છે કે જૈશ-એ-મોહમ્મદની વિરુદ્ધ દેશમાં કાર્યવાહી ટૂંક સમયમાં કોઈપણ સમયે થવાની શક્યતા છે.

સૂત્રો મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવા માટે ઈમરાનખાનની સરકાર જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ મહત્વની કાર્યવાહી કરે તેવી શક્યતા છે. પાકિસ્તાનના આગામી પગલા અને આતંકવાદી મસૂદ અઝહરના ભવિષ્ય પર એક વિશ્વસનીય સૂત્રનું કહેવું છે કે હાલ તેઓ એ કહી શકે તેમ નથી કે તેને ઘરમાં નજરકેદ કરવામાં આવશે કે તેની અટકાયત કરવામાં આવશે.

પાકિસ્તાન દ્વારા ભારતીય પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને પાછા મોકલ્યા બાદ તણાવ ઘટાડવાની કોશિશમાં ઈમરાન ખાનની સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, એક સુરક્ષા અધિકારીએ સંકેત આપ્યા છે કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદના ચીફને યુએનએસસી દ્વારા વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના પ્રસ્તાવ પર પોતાના વિરોધને પાછો ખેંચે તેવી શક્યતા છે.

પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના પ્રમાણે, જ્યારે અધિકારીને સવાલ કરવામાં આવ્યો કે શું પાકિસ્તાન હવે જૈશ-એ-મોહમ્મદના ચીફ વિરુદ્ધ યુએનએસસીની કાર્યવાહીનો વધુ વિરોધ નહીં કરે, તો તેના જવાબમાં તેમણે કહ્યુ છે કે દેશે નિર્ણ લેવો પડશે કે વ્યક્તિ મહત્વપૂર્ણ છે કે દેશનું વ્યાપક રાષ્ટ્રીય હિત મહત્વનું છે.

મહત્વપૂર્ણ છે કે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઠેકાણું બનાવીને ભારતની સામે આતંકવાદી ગતિવિધિઓ ચલાવનારા મસૂદ અઝહરને યુએનએસસીમાં વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવા માટે નવેસરથી પ્રસ્તાવ રજૂ કર્યો હતો. યુએનએસસીના પાંચ કાયમી સદસ્યોમાંથી અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના પક્ષમા છે. જો કે ચીન આ મામલામાં હજી સુધી વલણ સ્પષ્ટ કરી રહ્યું નથી. પહેલા પણ ચીન મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના ભારતના પ્રયત્નોનો વિરોધ કરી ચુક્યું છે. જો મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં આવે છે, તો દુનિયામાં કોઈપણ ઠેકાણે તેના પ્રવાસ પર પ્રતિબંધ લાગી જશે અને તેની મિલ્કતોને ફ્રીઝ કરવામાં આવશે.
મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવા માટે ગત 10 વર્ષોમાં સંયુક્ત રાષ્ટ્રમાં આવા પ્રકારની ચોથી કોશિશ કરવામાં આવી છે. ભારતે 2009માં જૈશ-એ-મોહમ્મદના ચીફને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીની સાથે જ્યારે વાત કરવામાં આવી, તો તેમણે કહ્યુ હતુ કે સરકારે પહેલા પણ જૈશ-એ-મોહમ્મદ સહીત પ્રતિબંધિત સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમની વિરુદ્ધ ભવિષ્યમાં કોઈપણ કાર્યવાહી રાષ્ટ્રીય કાર્યયોજના અને નાણાંકીય કાર્યવાહી કાર્યદળના સંદર્ભે તેમની પ્રતિબદ્ધતાઓ પ્રમાણે કરવામાં આવશે.

જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે શું પાકિસ્તાનની સરકાર ઝડપથી જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ કોઈ મોટી કાર્યવાહી કરવાની છે, તો તેના જવાબમાં તેમણે આવી વાતને રદિયો આપ્યો નથી. તેમણે કહ્યુ છે કે પ્રતિબંધિત સંગઠનો વિરુદ્ધ કોઈપણ નેશનલ એક્શન પ્લાનના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. ફવાદ ચૌધરીએ કહ્યુ છે કે આના સંદર્ભે બહાવલપુરમાં એક મદરસા અને મસ્જિદને પોતાના નિયંત્રણમાં લઈ લેવામાં આવી છે.

LEAVE YOUR COMMENT