ગુજરાતી

હવે ભારત પાવર સેક્ટરમાં આપશે ચીનને ઝટકો -મંત્રીએ કહ્યું ‘આયાતના નિયમોનું કડક વલણ થશે’

  • ચીનને હવે વીજળી ક્ષેત્રમાં પડશે ફટકો
  • ભારત તરફથી એકબાદ એક ચીનને મોટા ઝટકા
  • ચીન આર્થિક સ્થિતિ પર થશે મોચી અસર
  • ડિજીટલ સ્ટ્રાઈક,નિર્માણ ક્ષેત્ર અને હવે વિજળીક્ષેત્ર

સીમા પર તણાવ અને દેશના 20 જવાનો શહીદ થયા બાદ ભારત તરફથી ચીનને એક પછી એક ફટકો પડજી રહ્યો છે,પહેલા નિર્માણક્ષેત્રમાં અને હવે પાવર સ્કેટરમાં પણ કડક વલણ અપનાવવામાં આવશે,ભારત પરફથી સતત ચીનને આર્થિક મોરચે એક પછી એક ઝટકો આપવામાં આવી રહ્યો છે,સૌ પ્રથન ડિજીટલ સેક્ટરમાં બેન લગાવીને ચીનને સૌથી મોટો આર્થિક ફટકો પડ્યો હતો હવે આ સમયે વિજળી ક્ષેત્રમાં ચીનને ફટકો પાડવાની વારી આવી છે.

આ સમગ્ર બાબતે મંત્રી આરકે સિંહએ કહ્યું કે,પાવર પ્રોજેક્ટ માટે ચીનથી જે પણ આયાત કરવામાં આવ્યું હતું, હવે સરકાર તેનું નિયમન કરી શકે છે. આ ક્ષેત્રમાં કસ્ટમ ડ્યુટી વધારી શકાય છે.

એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુંમાં મંત્રીએ કહ્યું કે,”સરકાર તરફથી કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરવામાં આવશે,કારણ કે સરળતાથી કરવામાં આવતી આયાતને સખ્ત કરી શકાય,ચીની કંપનીઓને અટકાવવા માટે ક્સ્ટમની સાથે-સાથે નિયનોમાં પણ કડક વલણ અપનાવવું પડશે” વધુમાં તેમણે કહ્યું કે “ભારતી તાકાત એટલી છે કે,આર્થિક સ્તરની સાથે સાથે ભારત ચીનને યુદ્ધ ક્ષેત્રમાં પણ હરાવી શકે છે,આજે સમગ્ર વિશ્વ ભારત દેશની સાથે છે,જેમાં ભારતના મજબુત નેતૃત્વનો હાથ છે”

ચીની રોકાણો બંધ થયા પછી ભારત પર પડેલી તેની અસર બાબતે તેમણે કહ્યું કે, “આપણે આપણા દેશમાં સપ્લાય આપણા પોતાના ધોરણે કરી શકીએ છીએ. ચીનથી માલ અટલે મંગાવવામાં આવતો હતો કે ચીન સસ્તા ભાવે તેનું ઉત્પાદન આપતું હતું. પરંતુ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની શરૂઆત કરવામાં આવી ચૂકી છે”

ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતમાં હાઈવે પ્રોજેક્ટસમાં હવે ચીની કંપનીઓને બેન કરવામાં આવશે,એટલું જ નહીં પરંતુ જો તે કોઈની ભાગીદારીમાં આવશે તો પણ તેઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બીજી તરફ, એમએસએમઇ ક્ષેત્રમાં પણ ચીન પર ચુસ્ત પાલન કરવામાં આવશે.આ અગાઉ સરકારે ટિકટોક સહિત ચીનની 59 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે, રેલ્વેએ ચીની કંપનીને આપેલ કરાર પણ રદ કરી દીધો છએ.ચીનને એક પછી એક આર્થિક ઝટકો આપવામાં આવી રહ્યો છે

સાહીન-

Related posts
EnglishInternational

Biden’s WH: ‘Foreign policy may be tough for China’

Vinayak Barot New Delhi: With Joe Biden taking oath as the 46th US President on Wednesday, Chinese political experts are apprehensive that the…
Internationalગુજરાતી

એક તરફ બાઇડેને શપથ ગ્રહણ કર્યા, બીજી તરફ ચીને અમેરિકાના 28 અધિકારીઓ પર મૂક્યો પ્રતિબંધ

જો બાઇડેનના શપથ ગ્રહણ બાદ ચીને મોટું પગલું ભર્યું ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાનના 28 અધિકારીઓ પર મૂક્યો પ્રતિબંધ આ અધિકારીઓએ ચીન-અમેરિકાના…
Internationalગુજરાતી

ગાયબ થયેલા ચીની ઉદ્યોગપતિ જેક મા અચાનક સામે આવ્યા, આપ્યું આ નિવેદન

અનેક મહિનાથી ગાયબ ચીનના ધનિક જેક મા અચાનક દુનિયાની સામે આવ્યા ગ્લોબલ ટાઇમ્સે જેક માનો એક વીડિયો પ્રકાશિત કર્યો છે કોરોના વાયરસની…

Leave a Reply