1. Home
  2. ગુજરાતી
  3. ભારતના વેપારમાં 105 અરબ ડોલરનો ઘટાડો – ચીન સહિતના આ કારણોથી RCEPમાંથી ભારતની પીછે હટ
ભારતના વેપારમાં 105 અરબ ડોલરનો ઘટાડો – ચીન સહિતના આ કારણોથી RCEPમાંથી ભારતની પીછે હટ

ભારતના વેપારમાં 105 અરબ ડોલરનો ઘટાડો – ચીન સહિતના આ કારણોથી RCEPમાંથી ભારતની પીછે હટ

0

ભારત દ્રારા 16 દેશોના RCEP વેપાર સમજોતાનો ભાગ ન બનવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિર્ણયની સત્તા પક્ષતો વખાણ કરી રહ્યા છે ત્યારે વિપક્ષ પણ તેને પોતાની જીત ગણાવી રહ્યા છે,જોકે પીએમ મોદીએ આ સમજોતામાં સમાવેશ ન થવા પાછળ ભારતનો જ ફાયદો ગણાવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, RCEP સમજોતાનું હાલનું સ્વરુપ બુનિયાદી ભાવન અને માન્ય માર્ગદર્શક સિંદ્ધાતોને પુરી રીતે નથી દર્શાવતા,હાલની પરિસ્થિતીમાં ભારતના લાંબા ગાળાના મુદ્દાઓ અને ચિંતાઓને સંતોષકારક રીતે રજૂ કરતું નથી. પીએમ મોદીએ વધુંમાં જણાવ્યું કે, ‘RCEP સમજોતાનું હાલનું સ્વરુપ મૂળભુત ભાવના અને માર્ગદર્શક સિંદ્ધાતોનો સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરતું નથી. હાલની સ્થિતિમાં ભારતના ભારતના લાંબાગાળાના મુદ્દાઓ અને ચિંતાઓનો સંતોષકારક રીતે સમાધાન પણ રજુ નથી કરતું. આવી સ્થિતિમાં, આરસીઇપી કરારમાં જોડાવાથી ભારતને શું નુકસાન થવાનું હતું તે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

આરસીઇપી કરારનું વર્તમાન સ્વરૂપ મૂળભૂત ભાવના અને માન્ય માર્ગદર્શક સિદ્ધાંતોને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરતું નથી. વર્તમાન પરિસ્થિતિમાં ભારતના લાંબા ગાળાના મુદ્દાઓ અને ચિંતાઓનો સંતોષકારક સમાધાન પણ રજૂ કરતું નથી.જો કે સવાલ એ પણ થાય છે કે, આરસીઇપી કરારમાં જોડાવાથી ભારતને શું-શું નુકસાન થવાનું હતું.

આ કારણોથી ભારતે RCEP સમજોતામાંથી પાછો હાથ ખેંચ્યો

જણાવવામાં આવી રહ્યું છે કે, RCEP ચર્ચામાં કેટલાક મુદ્દાઓ પર ભારતને વિશ્વાસ નહોતો મળી શક્યો,આ બાબતમાં આયાતને વઘારાથી થનારા અપર્યાપત્ત સંરક્ષણ, ,  RCEP સભ્યોના દેશો સાથે 105 બિલિયન ડોલરના વેપારનું નુકશાન,વેપાર ક્ષેત્રે અવિશ્વાસ,નોન-ટેરીક પ્રતિબંઘો પર અસહમતિ અને નિયમોનો સંભવિત ઉલ્લઘંનનો સમાવેસ થાય છે,જેમા ચીન આ બાબતે મોખરેનું કારણ બને છે.

આ સમજોતામાંથી બહાર નીકળી જવાનું સૌથી મોટુ કારણ ચીન પાસેથી આયાત બતાવવામાં આવી રહ્યું છે,જો આ સમજોતામાં ભારત પડતે તો ભારતના માર્કેટોમાં ચીનની ચીજ વસ્તોનું પ્રમાણ વધી જતે જે ભારત માટે હીતાવહ નથી.

આ સમજોતાના કારણે ચીનને ભારતના બજારોમાં પગપેસારો કરવામાં ફાવટ આવતે, જેની સીધી અસર ભારતના સ્થાનિક વેપાર પર પડી શકતે.

આ સમજોતામાં સામેલ દેશોને એક બીજા સાથેના વેપારમાં ટેક્સ કટોતી સહિત તમામ આર્થિક છૂટછાટ આપવાની હોય છે,પરંતુ  સમજોતામાં નોન-ટૈરિફ પ્રતિબંધોને લઈને કોઈ પણ પ્રકારના વિશ્વાસનો સમાવેશ નહોતો.

RCEPમાં જે દેશો સામેલ છે તેના સાથે ભારતનો વેપાર ફાયદાકારક રહ્યો નથી,છેલ્લા ક વર્ષનું નાણાકિય નુકશાનનો દર 105 બિલિયન ડોલરનો રહ્યો છે,એટલે આ રીતે ભારત માટે  સમજોતો હાનિકારક કહી શકાય.

ઉપર યુક્ત તમામ કારણોસર RCEPનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો,વિપક્ષ કોંગ્રેસથી માંડીને મજુર સંગઠન પણ આ કરારનો વિરોધ કરી રહ્યો છે,ત્યાર બાદ મોદી સરકારે ભારતના હિતોને ધ્યાનમાં રાખતા આ કરારમાંથી પીછે હટ કરી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.