ENTERTAINMENTTECHNOLOGYTELEBUZZગુજરાતી

તો ભારતની આ એપ્લિકેશન બની લોકોની પસંદ

  • ભારતમાં બનેલી આ એપ્લિકેશન બની લોકોની પસંદ
  • 1.5 કરોડ કરતા વધારે લોકોએ કરી તેને ડાઉનલોડ
  • ની પસંદ બની મેડ ઈન ઈન્ડિયા એપ
  • ટિકટોકની જેમ જ ચિંગારી એપ બની લોકોની પસંદ
  • ચીની એપના બેન થયા પહેલા જ પોપ્યુલર થવા લાગી છે આ એપ

ભારતમાં ટિકટોકના બેન થયા બાદ લોકો આ જ પ્રકારનો બીજો ઓપ્શન શોધી રહ્યા છે. ભારતમાં બનાવવામાં આવેલી ચિંગારી એપ ઝડપથી ટિકટોકની જગ્યા લઇ રહી છે અને કરોડો લોકો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી રહ્યાં છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી અત્યાર સુધીમાં ચિંગારી એપ 1.5 કરોડથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનએ પ્લે સ્ટોરની ટોચની મફત એપ્લિકેશનોમાં પણ સ્થાન બનાવ્યું છે. રેટિંગની વાત કરીએ તો તેને ગૂગલ પ્લે સ્ટોર પર 4 સ્ટાર રેટિંગ મળ્યું છે.

ચિંગારી એપ્લિકેશનમાં વીડિયોને અપલોડ અને ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય ફ્રેન્ડ સાથે ચેટિંગ, નવા લોકો સાથે વાતચીત , વોટ્સએપ સ્ટેટસ, વીડિયો, ઓડિયો ક્લિપ્સ, જીઆઈએફ સ્ટીકરો અને ફોટા સાથે સર્જનાત્મકતા કરી શકાય છે. આ ઉપરાંત આ એપ્લિકેશન યુઝર્સને ઘણી ભારતીય ભાષાઓનો ઓપ્શન પણ આપે છે.

ટિકટોક એપ પર પ્રતિબંધ મૂક્યો તે પહેલા એપ્લિકેશન યુઝર્સમાં ચિંગારી લોકપ્રિય બની રહી હતી. ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ જોવા મળ્યો હતો અને 20 સૈનિકોની શહાદત બાદ સોશિયલ મીડિયા પર ચાઇનીઝ ઉત્પાદનો અને એપ્સ બાયકોટની માંગ વધી હતી અને યુઝર્સે ટિકટોકની જગ્યાએ ભારતીય એપ્સ ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું હતું.

ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પહેલા લગભગ 25 લાખ લોકોએ ચિંગારી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તો, ચિંગારીના ચીફ ઓફ પ્રોડક્ટ સુમિત ઘોષે જણાવ્યું હતું કે ઓરિસ્સા અને કર્ણાટકના ડેવલપરો પણ આ એપ સાથે જોડાયેલા છે. ચિંગારી એપને ગુગલ પ્લે પર 2018 માં જારી કરવામાં આવી હતી અને ભારતીય યુઝર્સની જરૂરિયાતો અને માંગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી.

(Devanshi)