in ,

કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ અજાણ ભાવે દાદાના મૃતદેહ પર બેસી રહ્યો પૌત્ર

  • દાદા અને પૌત્ર ખરીદી કરવા નીકળ્યાં હતા બહાર
  • આતંકી હુમલામાં દાદાનું થયું મોત
  • સુરક્ષા જવાનો બાળકને બચાવવામાં રહ્યાં સફળ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં થયેલા આતંકવાદી હુમલામાં એક સ્થાનિક નાગરિકનું મોત અને બે ભારતીય જવાનો શહીદ થયા હોવાની દુઃખદ ઘટના બની છે. આ આતંકવાદી હુમલામાં હ્રદય હચમચાવી નાખે તેવી ઘટના પણ બની હતી. વાત જાણે એમ છે કે, આતંકી હુમલામાં મૃત્યુ પામનાર સ્થાનિક નાગરિકના અવસાનથી તેમનો ત્રણેક વર્ષનો પૌત્ર સાવ અજાણ હતો અને દાદાના મૃતદેહ ઉપર ઘણા સમય સુધી બેસી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને સુરક્ષા જવાનોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સોપારમાં થયેલા આતંકવાદી હુમલામાં સ્થાનિક નાગરિકનું મોત થયું હતું. આ સ્થાનિક નાગરિક પોતાના ત્રણેક વર્ષના પૌત્ર સાથે ખરીદી કરવા નીકળ્યાં હતા. આ દરમિયાન થયેલા આતંકવાદી હુમલામાં તેમનું મોત થયું હતું. જો કે, સદનસીબે તેમના પૌત્રનો બચાવ થયો હતો.

આતંકવાદી હુમલાને પગલે સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકવાદીઓને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી. દરમિયાન સ્થાનિક નાગરિકના અવસાનથી સાવ અજાણ તેમનો પૌત્ર દાદાના મૃતદેહ ઉપર બેઠો હતો. આ દ્રશ્ય જોઈને સુરક્ષા જવાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમજ બાળકને બચાવી લેવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. ભારતીય સુરક્ષા જવાનોએ પોતાના જીવની ચિંતા કર્યા વિના માસુમ બાળકને બચાવી લીધો હતો. બાળકે પોતાના દાદા પાસે જવાની જીદ કરી હતી. જેથી સુરક્ષા જવાનો તેને સમજાવીને સલામત સ્થળે લઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે, સુરક્ષા જવાનો પેટ્રોલીંગ કરી રહ્યાં હતા ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.  

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જુલાઇના પ્રારંભથી જ જનતાને મોટો આંચકો, LPG સિલિન્ડરના ભાવ આટલા વધ્યા

આંધ્રપ્રદેશ: વિજયવાડામાં 1088 એમ્બ્યુલન્સ લૉન્ચ કરાઇ, દરેક એમ્બ્યુલન્સ મેડિકલ સુવિધાથી છે સજ્જ