1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકામાં આ દેશના લોકો વધારી રહ્યા છે રોજગાર, આટલી નવી નોકરીઓ કરી ઉભી
અમેરિકામાં આ દેશના લોકો વધારી રહ્યા છે રોજગાર, આટલી નવી નોકરીઓ કરી ઉભી

અમેરિકામાં આ દેશના લોકો વધારી રહ્યા છે રોજગાર, આટલી નવી નોકરીઓ કરી ઉભી

0

અમદાવાદ: અમેરિકામાં કોરોનાવાયરસના 21 લાખથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે અને જે રીતે કોરોનાવાયરસ ફેલાઈ રહ્યો છે તેના કારણે લાખોની સંખ્યામાં નોકરીઓ પણ જઈ રહી છે. આવા કપરા સમયમાં ભારતીય કંપનીઓ જંગી રોકાણ કરી રહી છે અને લાખો લોકોને નોકરી આપી રહી છે.

ભારતની 55 કંપનીઓ અમેરિકામાં 22 અબજ ડોલરનું (1.6 લાખ કરોડ રૂપિયા) રોકાણ કર્યું છે અને ભારતીય કંપનીઓના આ રોકાણથી અમેરિકામાં 1.25 લાખ નવી નોકરીઓ ઉભી થઈ છે.

કોરોનાવાયરસના કારણે અમેરિકાના અર્થતંત્રને પણ નુક્સાન થયું છે ત્યારે ભારતીય કંપનીઓની આવી કામગીરી અમેરિકાના અર્થતંત્રને ઉભુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અમેરિકાના 50 રાજ્યોમાં અલગ અલગ ભારતીય કંપનીઓ આવેલી છે અને ત્યાં ધંધો કરે છે.

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એટલે કે સીઆઈઆઈ દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ઇન્ડિયન રુટ્સ, અમેરિકન સોઇલ 2020 નામના રિપોર્ટમાં જણાવાયું છે કે સર્વેક્ષણ કરાયેલી 155 ભારતીય કંપનીઓ વોશિંગ્ટન DC અને પુએર્તે રિકો સહિત અમેરિકાના તમામ 50 રાજ્યોમાં ધંધો કરે છે. ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યુ જર્સી, ન્યુ યોર્ક અને ફ્લોરિડા આ ભારતીય કંપનીઓ માટે ઘર સમાન છે જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે.

અમેરિકન સેનેટર જ્હોન કોર્નીને આ બાબતે જણાવ્યું કે ભારતીય મૂળના અમેરિકનોએ અમેરિકાની સંસ્કૃતિ, અર્થતંત્ર અને વિજ્ઞાનમાં મોટો ફાળો આપ્યો છે. અમે તેમની મહેનત અને ઇનોવેશનનું સન્માન કરીએ છીએ અને આશા રાખીએ છે કે તેઓ આગામી સમયમાં પણ આ રીતે કામ કરતા રહેશે.

અમેરિકાના વાણિજ્ય વિભાગમાં આંતરરાષ્ટ્રીય વહીવટીતંત્રમાં કાર્યકારી ડેપ્યુટી અન્ડર સેક્રેટરી ડીયોન ફેરેલે જણાવ્યું કે વેપારની દ્રષ્ટિએ સફળ અને ઈનોવેટિવ ભારતીય કંપનીઓ માટે અમેરિકા પસંદગીનું સ્થળ બન્યું છે અને બીજી તરફ અમેરિકા પણ આ કંપનીઓને આવકારવા તૈયાર છે. સીઆઈઆઈ(CII)ના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીના જણાવ્યા અનુસાર રિપોર્ટ દર્શાવે છે કે અમેરિકા રોકાણની બાબતમાં ભારતીય કંપનીઓ માટે પસંદગીનું સ્થળ છે. અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુના જણાવ્યા મુજબ ભારતીય કંપનીઓ CSR હેઠળ વિદ્યાર્થીઓને મદદ કરવા, વિશેષ સ્કિલ અને ટ્રેનિંગ જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.