1. Home
  2. ગુજરાતી
  3. ICCની વન-ડે બેટ્સમેન-બોલર્સ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો
ICCની વન-ડે બેટ્સમેન-બોલર્સ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો

ICCની વન-ડે બેટ્સમેન-બોલર્સ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો

0
  • કેપ્ટન વિરાટ કોટલી પ્રથમ સ્થાને
  • બોલર્સમાં જસમીત બુમરાહ પ્રથમ ક્રમે યથાવત

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેર કરેલા રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો જોવા મળી રહ્યો છે. બેસ્ટમેન રેન્કિંગમાં પ્રથમ નંબર પર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બીજા સ્થાને ઉપ કપ્તાન રોહિત શર્મા છે. જ્યારે બોલર્સમાં પણ ભારતીય ફાસ્ટર જસમીત બુમરાહ પ્રથમ સ્થાને યથાવત છે.

ટોપ પાંચ બેસ્ટમેનમાં 886 પોઈન્ટ સાથે વિરાટ કોહલી પ્રથમ સ્થાને અને 868 પોઈન્ટ સાથે રોહિત શર્મા બીજા ક્રમે છે. આવી જ રીતે પાકિસ્તાનનો બાબર આઝમ 829 પોઈન્ટ સાથે ત્રીજા, ફાફ ડુ પ્લેસીસ 815 પોઈન્ટ સાથે ચોથા અને રોસ ટેલર 810 પોઈન્ટ સાથે પાંચમાં ક્રેમે છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવન સાત સ્થાનના ફાયદા સાથે 15મા ક્રમે આવી ગયો છે. જ્યારે લોકેશ રાહુલ 21 સ્થાનના ફાયદા સાથે 50મા ક્રમે આવી ગયો છે.

બોલર્સ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ 764 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ 737 પોઈન્ટ સાથે બીજા, અફઘાનિસ્તાનનો મુજિબ ઉર રહેમાન 701 પોઈન્ટ સાથે ત્રીજા, દ. આફ્રિકાનો કગીસો રબાડા 684 પોઈન્ટ્સ સાથે ચોથા અને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 673 પોઈન્ટ્સ સાથે પાંચમાં ક્રમે છે. રવિન્દ્ર જાડેજા બે સ્થાનના ફાયદા સાથે 27મા ક્રમે આવી ગયો છે. જાડેજાએ સીરિઝમાં ચાર વિકેટ લીધી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.