1. Home
  2. Political
  3. ભારતની લોકસભાની 2019ની ચૂંટણી દુનિયાની સૌથી વધુ ખર્ચાળ ચૂંટણી હશે, 500 અબજ રૂપિયાના ખર્ચની શક્યતા
ભારતની લોકસભાની 2019ની ચૂંટણી દુનિયાની સૌથી વધુ ખર્ચાળ ચૂંટણી હશે, 500 અબજ રૂપિયાના ખર્ચની શક્યતા

ભારતની લોકસભાની 2019ની ચૂંટણી દુનિયાની સૌથી વધુ ખર્ચાળ ચૂંટણી હશે, 500 અબજ રૂપિયાના ખર્ચની શક્યતા

0

દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં લોકશાહીનો ઉત્સવ ગણાતી લોકસભાની ચૂંટણીઓ સાત તબક્કામાં 11 એપ્રિલથી શરૂ થઈ રહી છે. છ સપ્તાહ સુધી ચાલનારી ભારતની લોકસભાની ચૂંટણીઓમાં કચ્છથી કામરૂપ અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીના વિસ્તારો સામેલ છે.

નવી દિલ્હી ખાતે આવેલા સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (સીએમએસ) પ્રમાણે, આ વખતે 11 એપ્રિલથી શરૂ થનારી ચૂંટણીનો સાતમો કોઠો 19મી મેના રોજ છેલ્લા તબક્કાના મતદાન સાથે પૂર્ણ થશે. આ મતદાન પ્રક્રિય પર પાંચસો અબજ રૂપિયા એટલે કે સાત અબજ ડોલરનો અભૂતપૂર્વ ખર્ચો થવાની સંભાવના છે.

અમેરિકાના રાજકારણમાં નાણાંના ઉપયોગ પર નજર રાખનારી સંસ્થા ઓપન સિક્રેટ્સ ડોટ ઓર્ગ પ્રમાણે, 2016માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની અને સંસદીય ચૂંટણી પર લગભગ 6.5 અબજ ડોલરનો ખર્ચ થયો હતો. સીએમએસના ખર્ચના અનુમાન પ્રમાણે, ભારતે 2014ની સંસદીય ચૂંટણીઓમાં પાંચ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો અને તેની સરખામણીએ 2019ની ચૂંટણીઓમાં 40 ટકા વધુ ખર્ચ થવાનું અનુમાન છે. આ ખર્ચ મુજબ સરેરાશ પ્રતિ વોટર આઠ ડોલરનો ખર્ચ થાય છે. મહત્વપૂર્ણ છે કે ભારતની 60 ટકા જનતા દરરોજના સરેરાશ ત્રણ ડોલરની આવક પર પોતાનું જીવન ગુજારી રહી છે.

સીએમએસના અધ્યક્ષ એન. ભાસ્કર રાવે આના સંદર્ભે જણાવ્યુ છે કે વધેલા ખર્ચનો મોટાભાગનો હિસ્સો સોશયલ મીડિયા, પ્રવાસ અને જાહેરાતોમાં ખર્ચ થશે. એક માર્કેટ રિસર્ચ કંપનીનું સંચાલન કરી ચુકેલા એન. ભાસ્કર રાવે પુરોગામી સરકારોને સલાહ આપી ચુક્યા છે.

તેમણે કહ્યુ છે કે સોશયલ મીડિયા પર ચૂંટણી ખર્ચમાં ભારે ઉછાળો જોવા મળવાની સંભાવના છે અને 2014ના અઢી અબજ રૂપિયાના મુકાબલે 2019માં આ ખર્ચો 50 અબજ ડોલરના સ્તરને સ્પર્શે તેવી સંભાવના છે. રાવની સંસ્થાનું આકલન ઈન્ટરવ્યૂઝ, સરકારી આંકડા, સોંપવામાં આવેલા ચૂંટણી કાર્યો અને અન્ય અનુસંધાનો પર આધારીત છે. તેમણે ઉમેદવારો અને કાર્યકર્તાઓના હેલિકોપ્ટરો, બસો અને પરિવહનના અન્ય સાધનોના ઉપયોગથી પણ ખર્ચ વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

ભારતીય ચૂંટણીઓ પર નજર રાખનારા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર સાઈમન શોશાર્ડે પ્રમાણે, સ્પષ્ટ ડેટાની ઉપલબ્ધતા મુશ્કેલ છે. પરંતુ ચૂંટણી ખર્ચમાં સામાન્ય રીતે વધારાનું વલણ રહેલું છે, કારણ કે ચૂંટણી ક્ષેત્ર મોટું થઈ રહ્યું છે અને ભાગ લેનારા ઉમેદવારોની સંખ્યા વધી રહી છે. શોશાર્ડે પ્રમાણે, ભારતીય નેતાઓને લાગે છે કે ચૂંટણીમાં નવા અને અટપટા, વ્યાપક અને હંગામેદાર ક્રિયાકલાપો અપનાવવા જોઈએ. ગભરાયેલા ઉમેદવાર માત્ર વોટરો પર જ નહીં, પરંતુ રાજકીય પ્રચારમાં ઉપયોગી જાતભાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવનારાઓ પર પણ નાણાં લૂંટાવતા હોય છે.

ભારતની લોકસભાની 543 બેઠકો પર ચૂંટણીમાં આઠ હજારથી પણ વધારે ઉમેદવારો વચ્ચે મુકાબલો થવાની શક્યતાને કારણે ટક્કર રસ્સાકશી ભરેલી હોય છે. ગુપ્ત મતદાનની વ્યવસ્થા હોવાને કારણે લાંચ આપવામાં આવ્યા બાદ પણ વોટરના વોટ મળવાની કોઈ ગેરેન્ટી હોતી નથી. શોશાર્ડે કહ્યુ છે કે ભેંટો દ્વારા ભારતના મતદાતાઓને એ વાતનો સંકેત મળી શકે છે કે ઉમેદવાર પ્રભાવશાળી છે અને તેની પાસે પુરતા સંસાધનો છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલના મદદનીશ પ્રોફેસર જેનિફર બસેલ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ભારતના કેન્દ્રીય સ્તરના 90 ટકાથી વધારે નેતાઓનું કહેવું છે કે તેમના જેવા નેતા રોકડ, દારૂ અથવા વ્યક્તિગત ઉપયોગના સામાન ભેંટમાં આપવાનું દબાણ મહેસૂસ કરે છે. દેશના કેટલાક ભાગમાં મતદાતાઓ વચ્ચે બ્લેન્ડર્સ, ટેલિવિઝન સેટ અને ક્યારેક બકરીઓને પણ વિતરીત કરવામાં આવે છે.

ચૂંટણી પંચે ગત વર્ષ કર્ણાટકમાં થયેલી ચૂંટણીઓ દરમિયાન 1.3 અબજ રૂપિયાથી વધારેની બેનામી રોકડ, સોનું, દારૂ અને ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ચૂંટણી પર થનારો મોટાભાગનો ખર્ચ જાહેર કરવામાં આવતો નથી. જ્યાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચ માટે કાયદાકીય રીતે મર્યાદા નિર્ધારીત છે. જો કે પાર્ટીઓ દ્વારા બેહિસાબ ખર્ચ થઈ શકે છે. જો કે દેશના મોટા રાજકીય પક્ષોએ માર્ચ-2018માં સમાપ્ત થયેલા વર્ષમાં કુલ મળીને માત્ર 13 અબજ રૂપિયાની આવક જ દર્શાવી છે.

ભારતના નેતાઓને સારી ચૂંટણી રેલીઓ ઘણી પસંદ છે. તેઓ દેશભરમાં ફરીને સ્થાનિક લોકોને મોટા-મોટા સભા મંડપોમાં એકઠા કરીને નિવેદનબાજીનો વરસાદ કરે છે. ભીડ એકઠી કરવા માટે નેતાઓને લોકો વચ્ચે બિરયાની અથવા ચિકન કરી સાથેના ફૂડ પેક્ટ્સ વહેંચવા પડે તેવી શક્યતા છે. જે સામાન્ય લોકો માટે ખૂબ મોંઘુ ભોજન છે. આ સિવાય ફટાકડા, ખુરશીઓ, ઓડિયો સિસ્ટમ, સુરક્ષા વ્યવસ્થા અને લોકોને લાવવા-લઈ જવા માટે વાહનોનો ખર્ચો પણ કરવો પડે છે.

ભારતના ચૂંટણી પંચે ઘણા પહેલાથી ડમી અથવા નકલી ઉમેદવારો સંદર્ભે ચેતવણી જાહેર કરી રાખી છે. ડમી ઉમેદવાર એટલે આગળ ચાલી રહેલા ઉમેદવારની સામે સમાન નામવાળા કોઈ વ્યક્તિનું નામાંકન દાખલ કરીને વોટરોને ભ્રમિત કરવા અને વોટનું વિભાજન કરવું. યુપી જેવા મોટી વસ્તી ધરાવતા રાજ્યોમાં જ્યાં નામથી કોઈ ઉમેદવાર વિશેષ જાતિ અથવા સમુદાયનો હોવાનું ઓળખવામાં આવે છે, ત્યાં આવી ચાલબાજી કામ આવે તેવી શક્યતા રહેલી છે.

આવા ડમી ઉમેદવારોની ચાલબાજીમાં પ્રસિદ્ધ વ્યક્તિઓને પણ નિશાન બનાવવાની કોશિશ થાય છે. 2014માં હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, હેમામાલિની સામે બે અન્ય હેમામાલિની ઉભી હતી. પરંતુ ડમી ઉમેદવારને ઉભા રાખવામાં પણ નાણાં ખર્ચ થાય છે. ઈન્ડિયા ટુડેના 2016ના એક રિપોર્ટ પ્રમાણે, ઉમેદવારનો ચૂંટણી ખર્ચ 12 કરોડથી ઉપર જવાની સંભાવના છે. પાર્ટીઓ પણ પ્રતિ ઉમેદવાર ખર્ચની મર્યાદાથી નિપટવા માટે ઘણા ઉમેદવારો ઉભા કરે છે. પરંતુ સૌથી લોકપ્રિય ઉમેદવાર માટે વધારે સંસાધન લગાવવામાં આવે છે.

ટેલિવિઝન અને અખબારોમાં જાહેરાત બુક કરાવનારી કંપની જેનિથ ઈન્ડિયા પ્રમાણે, આ વખતે ચૂંટણીમાં જાહેરાત પર 26 અબજ રૂપિયા સુધીનો ખર્ચ આવશે. આ આંકડા 2014માં બે મુખ્ય પક્ષોના ખર્ચના 12 અબજ રૂપિયાના ચૂંટણી પંચના આકલનથી બે ગણાથી પણ વધારે છે. ગત ફેબ્રુઆરી માસમાં માત્ર એક સાઈટ ફેસબુક પર રાજકીય જાહેરાત પાછળ ચાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. કંપનીના એક રિપોર્ટમાં આની જાણકારી આપવામાં આવી છે. આ બધાની સાથે નરેન્દ્ર મોદી સમર્થકો નમો અગેન સ્લોગનવાળી ટીશર્ટ પણ વેચી રહ્યા છે.

ભારતના ચૂંટણી ખર્ચનો મોટોભાગ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પર ખર્ચ તરીકે છે. પરંતુ ચૂંટણી પંચે પણ મતદાનના આયોજન પર ભારે ખર્ચ કરવો પડે છે. ભારતમાં લોકસભાની ચૂંટણીમાં સમુદ્રતળથી 15 હજાર ફૂટ ઉપર હિમાલયના પહાડ પર પણ મતદાન કેન્દ્ર બનાવામાં આવે છે અને પશ્ચિમ વિસ્તારમાં ગીરના જંગલમાં એક સંન્યાસી માટે પણ મતદાન કેન્દ્ર બનાવવામાં આવે છે. ભારતના બજેટમાં આ નાણાંકીય વર્ષ માટે ચૂંટણી પંચને 2.62 અબજ રૂપિયાના ફંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ફાળવણી અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. તેમાંથી કેટલીક રકમ અપેક્ષાકૃત દુર્ગમ વિસ્તારોમાં ઈલેટ્રોનિક વોટિંગ મશીન પહોંચાડવા માટે હાથીઓ પર અને પૂર્વોત્તરમાં વિશાળકાય બ્રહ્મપુત્ર નદીની આરપાર મતદાનકર્મીઓ અને વોટિંગ સામગ્રીના વહન માટે બોટ્સ પર ખર્ચ કરવામાં આવશે.

tags:

LEAVE YOUR COMMENT